શોધખોળ કરો
આ ભારતીય બોક્સરે કરી કમાલ, ચાર કલાકમાં બે કિલો વજન ઘટાડ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો
1/4

મેરીકોમ પોલેન્ડમાં યોજાયેલી બોક્સિંગ ટુર્નામેન્ટમાં સિનિયર કેટેગરીમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ભારતીય બોક્સર રહી. જોકે તેણે કહ્યું હતું કે મને મારા પ્રદર્શનથી ક્યારેય સંતોષ થતો નથી. હું પ્રત્યેક મેચ અગાઉ નવી રણનીતિ અંગે વિચાતરી રહું છું. હું ઝનૂની છું પરંતુ વધારે પડતી આક્રમક નથી. હું હંમેશા મારી હરીફ ખેલાડીનો અભ્યાસ કરૂ છું અને બાદમાં મારી રમત શરૂ કરું છું.
2/4

મેરીકોમે જણાવ્યું હતું કે અમે પોલેન્ડમાં સવારે 3 કે 3.30 કલાકે ઉતર્યા હતા અને સવારે 7.30 વાગ્યે વજન કરવાનું હતું. મારૂ વજન મારી 48 કિલોની કેટેગરી કરતા થોડું વધારે હતું. તેથી મારી પાસે વધારાનું વજન ઉતારવા માટે ફક્ત ચાર કલાકનો સમય હતો. જો હું તેમ ન કરૂ તો મને ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવે તેવી સ્થિતિ હતી.
Published at : 19 Sep 2018 12:58 PM (IST)
Tags :
Mary KomView More





















