શોધખોળ કરો
Advertisement
આ મહિલા ક્રિકેટરે સદીઓ ફટકારવાની બાબતે અમલા-વિરાટને પાછળ પાડ્યા, બનાવ્યા વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગતે
મેગ લેનિંગના કેરિયરની 13મી સદી હતી, આ સાથે જ તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 13 સદીઓ (પુરુષ અને મહિલા ક્રિકેટ બન્ને) બનાવવા વાળી પહેલા નંબરની ક્રિકેટર બની ગઇ છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઇ રહેલી મહિલા વનડે મેચોમાં એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર મેગ લેનિંગે સદી ફટકારતાની સાથેજ અમલા અને વિરાટને ઝડપી સદીઓ બનાવવાની બાબતે પાછળ પાડી દીધા છે.
ગુરુવારે એન્ટીગુઆમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની વનડે મેચમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને કેપ્ટન મેગ લેનિંગ અને વિકેટકીપર બેટ્સમેન એલિસા હેલીએ શતકીય ભાગીદારી કરી હતી, અને વેસ્ટ ઇન્ડિઝને 178 રને માત આપી હતી.
આ દરમિયાન મેગ લેનિંગે 146 બૉલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદતી 121 રનની ઇનિંગ રમી હતી. આ મેગ લેનિંગના કેરિયરની 13મી સદી હતી, આ સાથે જ તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 13 સદીઓ (પુરુષ અને મહિલા ક્રિકેટ બન્ને) બનાવવા વાળી પહેલા નંબરની ક્રિકેટર બની ગઇ છે. લેનિંગને માત્ર 76 ઇનિંગમાં આ કારનામુ કરી બતાવ્યુ છે.
સૌથી ઝડપી 13 સદીઓ.....
મેગ લેનિંગ - 76 ઇનિંગમાં
હાશિમ અમલા - 83 ઇનિંગમાં
વિરાટ કોહલી - 86 ઇનિંગમાં
ક્વિન્ટન ડી કૉક - 86 ઇનિંગમાં
ડેવિડ વોર્નર - 91 ઇનિંગમાં
શિખર ધવન - 99 ઇનિંગમાં
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement