ભારતની ટીમમાં આ ત્રણ બોલરો નથી તેથી ઈંગ્લેન્ડ જીતીને ઈતિહાસ રચી શકે, ક્યા ભૂતપૂર્વ કેપ્ટને કર્યો આ દાવો ?
માઇકલ આથર્ટને કહ્યું કે, ટીમ ઇન્ડિયા પાસે ચોથી ટેસ્ટમમાં શમી, ઇશાન્ત અને અશ્વિન જેવા સ્ટાર બૉલરો નથી, અને પીચમાંથી મદદ પણ નથી મળતી,
નવી દિલ્હીઃ પાંચમા દિવસે ભારતીય ટીમનુ પલડુ ભારે છે, છતાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર માઇકલ આથર્ટનને ઇંગ્લેન્ડની જીત દેખાઇ રહી છે. માઇકલ આથર્ટને સ્કાય સ્પૉર્ટ્સ કૉમેન્ટ્ર્રી દરમિયાન કહ્યું કે, ભારતે ભલે ઇંગ્લેન્ડને 368 રનોનુ વિશાળ લક્ષ્ય આપ્યુ છે, પરંતુ આ ચોથી ઓવલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ જીતી શકે છે, કેમ કે ભારત પાસે હાલમાં અશ્વિન, ઇશાન્ત કે શમી જેવા સ્ટાર બૉલરો નથી.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને જીત માટે 368 રનોનુ લક્ષ્ય આપ્યુ છે. આના જવાબમાં ઇંગ્લેન્ડે વિના કોઇ વિકેટ ગુમાવે 77 રન બનાવી લીધા છે. હવે આજે પાંચમા દિવસની રમત પર બધાની નજર છે. પાંચમા દિવસે પીચને લઇને પણ કેટલીક વાતો સામે આવી છે. હાલ પીચ ફાસ્ટ બૉલરોને મદદ નથી કરી રહી.
પૂર્વ ક્રિકેટર આથર્ટને સ્કાય સ્પૉર્ટ્સ પર કૉમેન્ટ્રી દરમિયાન કહ્યું કે, પાંચમો દિવસ બન્ને ટીમો માટે મહત્વનો છે, ઓવલની પીચ એકદમ ફ્લેટ બનતી જાય છે, અહીં ફાસ્ટ બૉલરોને મદદ નથી મળી રહી, સ્પીનરો કંઇક ખાસ કરી શકે છે. મોઇલ અલીના બૉલને જોતા લાગે છે કે જાડેજા પાંચમા દિવસે સારુ પ્રદર્શન કરી શકવા માટે સક્ષમ છે. આ બધાની વચ્ચે માની શકાય કે ઇંગ્લેન્ડ સ્કૉર ચેઝ કરી શકે છે. માઇકલ આથર્ટને કહ્યું કે, ટીમ ઇન્ડિયા પાસે ચોથી ટેસ્ટમમાં શમી, ઇશાન્ત અને અશ્વિન જેવા સ્ટાર બૉલરો નથી, અને પીચમાંથી મદદ પણ નથી મળતી, તો ઇંગ્લેન્ડ ટીમના બેટ્સમેનો આસાનીથી પાંચમા દિવસે 368 રનોનો વિશાળ લક્ષ્યને પ્રાપ્ત કરશે. ઇંગ્લેન્ડે પાસે આ વિશાળ લક્ષ્યને ચેઝ કરીને ઇતિહાસ રચવાનો મોકો છે.
બીજીબાજુ જોઇએ તો ભારતનો રેકોર્ડ છે કે, અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ ચોથી ઈનિંગ્સમાં જ્યારે પણ 340 રનથી વધુનો ટાર્ગેટ આપ્યો છે, ત્યારે ભારત કદી હાર્યું નથી. વળી, ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઈંગ્લેન્ડે અત્યાર સુધી ચોથી ઈનિંગ્સમાં ક્યારેય પણ 350 રનથી વધુનો ટાર્ગેટ ચેઝ કર્યો નથી, આ બધા કારણોસર માની શકાય કે ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમની જીતની સંભાવના પ્રબળ છે. ઈંગ્લેન્ડનો સૌથી શ્રેષ્ઠ ટેસ્ટ રન ચેઝ 1902માં 9 વિકેટે 263 રનનો છે. પીચ અંગે અગાઉ પણ વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર માઇકલ હૉલ્ડિંગ પણ ટિપ્પણી કરી ચૂક્યા છે.