શોધખોળ કરો
પાકિસ્તાનનો આ બોલર મારું પેન્ટ ભીનું કરી દે એવો છે, ઈંગ્લેન્ડના ક્યા ભૂતપૂર્વ ક્રિકેટરે કોના માટે કરી આ કોમેન્ટ ? જાણો વિગત
1/5

વોને કહ્યું કે, પાકિસ્તાનમાં ફાસ્ટ બોલરની અછત હતી પરંતુ હવે તે પૂરી થઈ શકે છે. આ બોલર મારું પેન્ટ ભીનું કરી દે તેવો છે. તે દરેક વખતે મને 6 બોલમાં જ આઉટ કરી શકે છે.
2/5

દુબઈમાં ગત સપ્તાહે ડ્રો ગયેલી પ્રથમ ટેસ્ટમાં અબ્બાસે 7 વિકેટ ઝડપી હતી. ગઈકાલે તેણે 50મી વિકેટ ઝડપી ત્યારે પાકિસ્તાન તરફથી સૌથી ઝડપી 50 વિકેટ ઝડપનારા બીજા બોલરમાં તે વકાર યુનુસ, આસિફ અને શબ્બિર અહમદની સાથે સંયુક્ત રીતે આવી ગયો હતો.
3/5

અબ્બાસનો સાથી ખેલાડી સ્પિનર યાસિર શાહ પાકિસ્તાન તરથી સૌથી ઝડપી 50 વિકેટ ઝડપવાની સિદ્ધી ધરાવે છે. તેણે માત્ર 9 મેચમાં જ આ કારનામું કર્યુ હતું.
4/5

અબ્બાસે ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી લઈ તે અત્યાર સુધી પાકિસ્તાનનો સૌથી સફળ બોલર છે. તેણે 10 ટેસ્ટમાં જ 54 વિકેટ ઝડપી છે. બુધવારે ઓસ્ટ્રેલિયા સામે 33 રનમાં 5 વિકેટ ઝડપી પાકિસ્તાનને પ્રથમ ઈનિંગમાં 137 રનની લીડ અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો
5/5

દુબઈઃ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે દુબઈના શેખ ઝાયદ સ્ટેડિયમ પર રમાયેલી બીજી મેચમાં બુધવારે પાકિસ્તાનના નવોદિત ફાસ્ટર મોહમ્મદ અબ્બાસે ઝંઝાવતી બોલિંગ કરતાં માત્ર 33 રનમાં 5 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનના આ ફાસ્ટ બોલરની પ્રશંસા કરતાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને ટ્વિટ કર્યું હતું.
Published at : 18 Oct 2018 12:02 PM (IST)
View More
Advertisement





















