મીરાબાઇ ચાનુએ સિંગાપુરમાં જીત્યો ગૉલ્ડ, કૉમનવેલ્થ ગેમ્સ માટે કર્યુ ક્વૉલિફાય
મીરાબાઇ ચાનુએ પહેલીવાર કોઇ સ્પર્ધામાં 55 કિગ્રા ભાર વર્ગમાં ભાગ લીધો. તેને અહીં કુલ 191 કિલોગ્રામ (86 kg અને 105 kg) વજન ઉઠાવ્યુ.
નવી દિલ્હીઃ ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ (Mirabai Chanu)એ શુક્રવારે સિંગાપુર વેઇટલિફ્ટિંગ ઇન્ટરનેશનલમાં ગૉલ્ડ મેડલ જીત્યો. આની સાથે જ તેને કૉમનવેલ્થ ગેમ્સ માેટ પણ ક્વૉલિફાય કરી લીધુ છે. તે હવે કૉમનવેલ્થ ગેમ્સમાં 55 કિગ્રા ભાર વર્ગમાં વેઇટલિફ્ટિંગ કરતી દેખાશે.
મીરાબાઇ ચાનુએ પહેલીવાર કોઇ સ્પર્ધામાં 55 કિગ્રા ભાર વર્ગમાં ભાગ લીધો. તેને અહીં કુલ 191 કિલોગ્રામ (86 kg અને 105 kg) વજન ઉઠાવ્યુ. તેને કોઇપણ ખેલાડીથી પડકાર ના મળ્યો. બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાની જેસિકા સેવાસ્ટેન્કો રહી, તેને કુલ 167 કિલોગ્રામ (77 kg અને 90 kg) વજન ઉઠાવ્યુ. મલેશિયાની એલી કેસેન્ડ્રા એન્ગલબર્ટ 165 કિલોગ્રામ (75 kg અને 90 kg) ની સાથે ત્રીજા નંબર પર રહી.
ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં રજત પદક જીત્યા બાદ આ પહેલીવાર સ્પર્ધા હતી, ઓલિમ્પિક બાદ સપ્ટેમ્બરમાં આ વર્લ્ડ ચેમ્પીયનશીપમાંથી બહાર થઇ ગઇ હતી. 27 વર્ષી મીરાબાઇ ચાનુ કૉમનવેલ્થ રેન્કિંગના આધાર પર 49 કિગ્રા વજન કેટેગરીમાં કૉમનગેમ્સ માટે ક્વૉલિફાય કરી ચૂકી હતી. જોકે ભારતને વધુ ગૉલ્ડ મેડલ અપાવવાની સંભાવના વધારવા માટે મીરાબાઇ ચાનુએ 55 કિગ્રા વજન વર્ગમાં ભાગ લેવાનો ફેંસલો કર્યો.
ઉલ્લેખનીય છે કે સિંગાપુર વેઇટલિફ્ટિંગ ઇન્ટરનેશલ પ્રતિયોગિતા બર્મિંઘમમાં આ વર્ષે રમાનારી કૉમનવેલ્થ ગેમ્સ માટે એક ક્વૉલિફાય ઇવેન્ટ છે. આ ટૂર્નામેન્ટમાં દરેક વજનવર્ગથી ટૉપ આઠ વેઇટલિફ્ટર સીધા કૉમનવેલ્થ માટે ક્વૉલિફાય કરી લેશે.
આ પણ વાંચો..........
ICSI CS પરિણામ આજે થશે જાહેર, આ સાઇટ પર ચેક કરો રિઝલ્ટ
ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર
Rohit Sharma: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
WhatsApp Group પર હાઇકોર્ટનો મોટો ચુકાદો- ‘તમામ મેસેજ માટે એડમિન જવાબદાર નહીં’