ખાસ વાત એ છે કે ક્રિકેટના દિગ્ગજો ગણતા ટીમ ઇન્ડિયાના રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બેટ્સમેનોને એક મહિલા ખેલાડીએ રન બનાવવાના મામલે પાછળ પાડી દીધા છે. આ ખેલાડી બીજુ કોઇ નહીં ટીમ ઇન્ડિયાની ધાકડ બેટ્સમેન મિતાલી રાજ છે.
2/6
મિતાલી રાજે અત્યાર સુધી 85 ટી20 મેચો રમી, જેમાં તેને 37.20ની એવરેજથી 2283 રન ફટકાર્યા છે. મિતાલી બાદ આ લિસ્ટમાં ટીમ ઇન્ડિયાના હિટમેન રોહિત શર્માનો નંબર છે, રોહિતે 33.43ની એવરેજથી 87 ટી20 મેચોમાં 2207 રન બનાવ્યા છે. જ્યારે ત્રીજા નંબરે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી છે, વિરાટે 62 મેચોમાં 48.88ની એવરેજથી 2102 રન ફટકાર્યા છે.
3/6
મિતાલી રાજે ગઇકાલે આયરલેન્ડ સામે જબરદસ્ત બેટિંગ કરતાં 56 બૉલમાં 51 રનની ઇનિંગ રમી. આ સાથે તે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી ખેલીડી બની ગઇ, એટલું જ નહીં તેને રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને પણ પાછળ પાડી દીધા છે.
4/6
5/6
ઉલ્લેખનીય છે કે, મિતાલીની એવરેજ રોહિત શર્મા કરતાં પણ વધુ છે, મિતાલીએ ટી20 કેરિયરમાં 17 ફિફ્ટી છે અને હાઇએસ્ટ સ્કૉર 97 રનનો છે.
6/6
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા હાલમાં વેસ્ટ ઇન્ડિઝમાં રમાઇ રહેલી મહિલા ટી20 વર્લ્ડકપની ટૂર્નામેન્ટ રમી રહી છે. ગઇકાલે મહિલા ક્રિકેટમાં ધાકડ ઇમેજ જમાવનારી ક્રિકેટર મિતાલી રાજની વિસ્ફોટક ઇનિંગની મદદથી ભારતે આયરલેન્ડની ટીમ સામે 52 રનથી વિજય મેળવ્યો, આ સાથે જ ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં પણ પહોંચી ગઇ.