ધોનીએ વર્ષ 2015માં સેનાની 106 ટીએ (પેરા) બટાલિયન જૉઇન કરી હતી. તેને આગરામાં પેરા સેન્ટરમાં પાંચ પેરા-જમ્પ લગાવ્યા હતા, ત્યારબાદ તેને સેનાનો પેરા-બેઝ પણ આપવામાં આવ્યો હતો.
2/9
પોતાની આ પૉસ્ટિંગ દરમિયાન ધોની સૈનિકોની સાથે બૈરેકમાં રહેશે. સુત્રો અનુસાર, ધોનીએ ખુદ સૈનિકોની બૈરેકમાં રહેવા અને તેમની સાથે કામ કરવાની ભલામણ કરી હતી.
3/9
પોતાની તૈનાતી દરમિયાન ધોની પેટ્રૉલિંગ, ગાર્ડ અને પૉસ્ટ-ડ્યૂટી કરશે. એટલે કે તે સૈનિકોની સાથે કાશ્મીર ઘાટીમાં પેટ્રૉલિંગ કરશે અને મિલિટ્રી કેમ્પમાં ગાર્ડ અને પૉસ્ટ પર પણ પોતાની સેવાઓ આપશે.
4/9
આજકાલ 106 ટીએ (પેરા) બટાલિયનની તૈનાતી કાશ્મીર ઘાટીમાં છે. ધોનીએ થોડાક દિવસ પહેલા જ પોતાની યૂનિટની સાથે કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી.
5/9
ધોની ભારતીય સેનાની ટેરિટૉરિયલ -આર્મી (ટીએ)ની 106 પેરા બટાલિયનનો ભાગ છે, અને લેફ્ટિનેન્ટ કર્નલ (હૉનેરેરી-HONARARY)ની રેન્ક પર છે.
6/9
ધોનીની તૈનાતી આજે એટલે કે 31 જુલાઇથી 15 ઓગસ્ટ સુધી આરઆરની વિક્ટર-ફોર્સમાં થશે.
7/9
એમ એસ ધોનીને ભારતીય સેનાના રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર)માં તૈનાત કરવામાં આવ્યો છે.
8/9
ધોની આજથી જમ્મુ-કાશ્મીરમાં પોતાની બટાલિયનની સાથે 15 દિવસ સુધી આતંકીઓ સામે ઓપરેશનમાં સામેલ થશે.
9/9
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સેનાના લેફ્ટિનેન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોનીની કેટલીક તસવીરો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરો ધોનીના જમ્મુ-કાશ્મીર રવાના હોવાના પહેલાની છે. તસવીરોમો ધોની અન્ય બે લોકો સાથે બેસેલો દેખાઇ રહ્યો છે, અને ખુબ કૂલ લાગી રહ્યો છે. આ તસવીરોમાં ધોનીએ સેનાની વર્દી જેવા રંગની કાર્ગો અને કાળી ટીશર્ટ પહેરી છે. જુઓ અહીં લેફ્ટિનેન્ટ કર્નલ ધોનીની ખાસ તસવીરો...