212 રનના ટાર્ગેટ સામે રમવા ઉતરેલી દિલ્હી ડેયડેવિલ્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 198 રન જ બનાવી શકી હતી. દિલ્હી માટે ઋષભ પંતે 79 અને વિજય શંકરે 54 રન બનાવ્યા હતા. આ સિવાય એક પણ બેટ્સમેન પ્રભાવિત કરી શક્યા ન હતા.
2/5
ચેન્નઈની જીતમાં ધોનીએ કરેલા ફેરફાર પણ મહત્ત્વના સાબિત થયા હતા. મેચ પહેલા ધોનીએ ટીમમાં 4 ફેરફાર કર્યા હતા. ચેન્નઈની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા. જેમાં વોટ્સને 78, ધોનીએ 51 અને અંબાતી રાયડૂએ શાનદાર ઇનિંગ રમી હતી.
3/5
જે રીતે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો મેડ્રીડ માટે વિનિગ ગેમ રમે છે તે જ રીતે ધોની પણ ચેન્નઈ સુપર કિંગ્સ માટે રહે છે. સોમવારે ધોનીએ સીએસકેની ટીમમાં કરેલા કેટલાક ફેરફારે ટીમને જીતવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. જોકે દિલ્હી ડેયરડેવિલ્સ તરફથી ઋષભ પંતે 45 બોલમાં 79 રન કરીને શાનદાર લડત આપી હતી પરંતુ તે તેની ટીમને જીતવામાં નિષ્ફળ રહી હતી.
4/5
જોકે આ મેચ બાદ કેટલાક લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે ધોની ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની કોપી મારવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જોકે આ આક્ષેપ થવાનું કારણ છે કે ધોની 7 નંબરની જર્સી પહેલે છે જ્યારે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પણ 7 નંબરની જર્સી પહેર છે.