શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
World Cup: પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં ધોનીએ નોંધાવ્યો ખાસ રેકોર્ડ, રાહુલ દ્રવિડને પાછળ છોડ્યો
ભારત માટે ધોનીની 341મી વન-ડે હતી. રવિવારે તેણે માન્ચેસ્ટર, ઑલ્ડ ટ્રેફર્ડ ખાતે તેને દ્રવિડને પાછળ છોડી દીધો.
નવી દિલ્હીઃ ભારતે પોતાના પાડોશી અને ક્રિકેટના મેદાન પર કટ્ટર હરીફ પાકિસ્તાન વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં શાનદાર જીત મેળવી છે. ભારતે રવિવારે માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલ વર્લ્ડકપમાં પાકિસ્તાનને 89 રને હરાવીને સાતમી વખત જીત નોંધાવી છે. આ મેચમાં ધોનીએ માત્ર 1 રન જ બનાવ્યો હતો. પરંતુ તેણે પોતાના નામે વધુ એક ઉપલબ્ધિ નોંધાવી છે.
ભારત માટે ધોનીની 341મી વન-ડે હતી. રવિવારે તેણે માન્ચેસ્ટર, ઑલ્ડ ટ્રેફર્ડ ખાતે તેને દ્રવિડને પાછળ છોડી દીધો. હવે તે માત્ર સચિન તેંડુલકરથી પાછળ છે. રતીય ટીમની જર્સી સાથે આ ધોનીની 341મી મેચ છે જ્યારે દ્રવિડે 340 મેચો રમી છે. આ લિસ્ટમાં સચિન સૌથી ઉપર છે અને તેણે 463 મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.
ભારત માટે સૌથી વધુ મેચો રમવામાં મોહમ્મદ અઝહરુદ્દીન ચોથા સ્થાને છે. તેણે ભારત માટે 334 મેચો રમી છે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલ 308 મેચો સાથે 5મા સ્થાને છે જ્યારે 301 વન-ડે રમનારા યુવરાજે હાલમાં જ નિવૃત્તિ જાહેર કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion