શોધખોળ કરો
આ ભારતીય ક્રિકેટર માટે BCCI રાખશે ખાસ સ્પેશિયાલિસ્ટ કોચ, એમએસકે પ્રસાદે કર્યો ખુલાસો
22 વર્ષના આ વિકેટકીપરને ટીમ મેનેજમેન્ટનો પૂરો સાથે મળી રહ્યો છે પણ તેમને લાગે છે કે, પંતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
![આ ભારતીય ક્રિકેટર માટે BCCI રાખશે ખાસ સ્પેશિયાલિસ્ટ કોચ, એમએસકે પ્રસાદે કર્યો ખુલાસો msk prasad says rishabh pant has keeping flaws special coach will teach him આ ભારતીય ક્રિકેટર માટે BCCI રાખશે ખાસ સ્પેશિયાલિસ્ટ કોચ, એમએસકે પ્રસાદે કર્યો ખુલાસો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/24111109/pant.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીની સિલેક્ટર્સ સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે સોમવારે કહ્યું કે, વિકેટની પાછળ સંઘર્ષ કરી રહેલ રિષભ પંતની વિકેટકીપિંગમાં સુધારો લાવવા માટે એક વિશેષ કોચની નિમણૂક કરવામાં આવશે. પંતુ થોડા સમય પહેલા પણ વીકેટકીપિંગમાં સુધારા માટે પૂર્વ ભારતીય વીકિટકીપર કિરણ મોરીની દેખરેખમાં કામ કર્યું હતું. વિન્ડિઝ વિરૂદ્ધ રવિવારે ત્રીજા વનડે મેચમાં પંતે અનેક કેચ છોડ્યા હતા જેના કારણે ફેન્સે તેનો ઉધડો પણ લીધો હતો.
શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી સીરિઝ માટે ટીમના સિલેક્શન પર પ્રસાદે સંવાદદાતાઓએ કહ્યું, ‘પંતને પોતાના વિકેટકીપિંગમાં સુધાર કરવો પડશે. અમે તેના સ્પેશિયાલિસ્ટ વિકેટકીપિંગ કોચ રાખશે.’
22 વર્ષના આ વિકેટકીપરને ટીમ મેનેજમેન્ટનો પૂરો સાથે મળી રહ્યો છે પણ તેમને લાગે છે કે, પંતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પંતના ખરાબ પ્રદર્શનને કારણે વન્ડિઝ પ્રવાસમાં મેદાન પર દર્શકો ધોની ધોનીની બૂમો પાડી રહ્યા હતા.
જોકે. કેપ્ટન વિરાટ કોહલીએ પંતને બદલે ધોનીનું નામ ન લેવાની વિનંતી કરી હતી. BCCI અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ પંતનું સમર્થન કરતા કહ્યું હતું કે, આ વિકેટકીપર બેટ્સમેન શાનદાર ખેલાડી છે જેને પરિપક્વ થવામાં સમય લાગશે.
![આ ભારતીય ક્રિકેટર માટે BCCI રાખશે ખાસ સ્પેશિયાલિસ્ટ કોચ, એમએસકે પ્રસાદે કર્યો ખુલાસો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/24111118/msk-prasad.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)