રહિમ બાંગ્લાદેશ તરફથી ટેસ્ટમાં બે વખત બેવડી સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ ઉપરાંત તેણે બાંગ્લાદેશ તરફથી સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર પણ નોંધાવ્યો છે. તે બાંગ્લાદેશ તરફથી પ્રથમ બેવડી સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન પણ હતો.
2/5
મુશ્ફિકુરની 219 રનની ઈનિંગ કોઈપમ બાંગ્લાદેશીનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર છે. તેની 421 બોલની ઈનિંગ મિનિટોના હિસાબે પણ બાંગ્લાદેશની સૌથી લાંબી ઈનિંગ છે.
3/5
રહિમે બેવડી સદી ફટકારવાની સાથે એક ખાસ રેકોર્ડ બનાવી લીધો છે. ક્રિકેટ વિશ્વના દિગ્ગજ વિકેટકિપર ગણાતાં ધોની, ગિલક્રિસ્ટ, એન્ડી ફ્લાવર અને કુમાર સંગાકારા પણ ટેસ્ટમાં આવું કારનામું કરી શક્યા નથી.
4/5
ઢાકાઃ ઝિમ્બાબ્વે સામે ઢાકામાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. પ્રથમ ટેસ્ટમાં હાર બાદ બાંગ્લાદેશે બીજી ટેસ્ટમાં શાનદાર દેખાવ કરતાં પ્રથમ ઈનિંગ 7 વિકેટના નુકસાન પર 522 રન બનાવી ડિકલેર કરી હતી. બાંગ્લાદેશ વતી વિકેટકિપર બેટ્સમેન મુશ્ફિકુર રહિમે અણનમ 219 રન બનાવ્યા હતા. જ્યારે મોમિનુલ હકે પણ 161 રનની ઈનિંગ રમી હતી.
5/5
રહિમ ટેસ્ટમાં બે વખત બેવડી સદી ફટકારનારો પ્રથમ વિકેટકિપર બેટ્સમેન બની ગયો છે. જ્યારે બાકીના વિકેટકિપર માત્ર એક વખત જ બેવડી સદી ફટકારી શક્યા છે.