શોધખોળ કરો
Advertisement
ભારતીય બેટ્સમેનને નાથવા ન્યૂઝીલેન્ડ આજે આ મૂળ ભારતીય ક્રિકેટરને રમાડશે, જાણો વિગત
ભારતીય બેટ્સમેનોને હંફાવવા માટે ભારતીય મૂળના બૉલર ઇશ સોઢીને ટીમમાં સામેલ કરી શકે છે. જોકે, ઇશ સોઢી છેલ્લે મેચમાં કંઇક ખાસ પ્રદર્શન કરી શક્યો નથી
નવી દિલ્હીઃ આજની સેમિ ફાઇનલમાં ભારતને હરાવવા ન્યૂઝીલેન્ડ દરેક પ્રકારના પ્રયાસો અને ગતકડાં કરવા તૈયાર છે, ત્યારે રિપોર્ટ છે કે ભારતીય બેટ્સમેનોને હંફાવવા માટે ભારતીય મૂળના બૉલર ઇશ સોઢીને ટીમમાં સામેલ કરી શકે છે. જોકે, ઇશ સોઢી છેલ્લે મેચમાં કંઇક ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.
હાલમાં વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં ભારતીય બેટ્સમેનો ખાસ કરીને રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જબરદસ્ત ફોર્મમાં છે. જો આ ખેલાડીઓનું ફોર્મ આજની ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પણ યથાવત રહ્યું છે. ટીમ ઇન્ડિયાની ફાઇનલની ટિકીટ નક્કી છે.
રિપોર્ટ છે કે, ભારતીય બેટ્સમેનોને કન્ટ્રૉલમાં રાખવા ભારતીય મૂળના બૉલર ઇશ સોઢીને કિવી ટીમ પ્લેઇંગ ઇલેવનમાં સમાવી શકે છે. ઇશ સોઢી છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપમાં રમ્યો હતો, તેને એકપણ વિકેટ લીધા વિના 6 ઓવરમાં 35 રન આપ્યા હતા.
ન્યૂઝીલેન્ડ ટીમઃ માર્ટિન ગપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રૉસ ટેલર, ટૉમ લાથમ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, જિમી નીશામ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, ઇશ સોઢી, લૂક ફર્ગ્યૂસન, ટ્રેન્ટ બૉલ્ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement