Paris Olympics 2024: ઐતિહાસિક હશે પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની, ભારતમાં આ રીતે મફતમાં જોઇ શકશો લાઇવ
paris olympics 2024 opening ceremony: પેરિસ ઓલિમ્પિક 26મી જૂલાઈથી શરૂ થશે અને 11મી ઓગસ્ટ 2024ના રોજ સમાપ્ત થશે
paris olympics 2024 opening ceremony: પેરિસ ઓલિમ્પિક 2024 ઓપનિંગ સેરેમનીનું (Paris Olympics 2024 Opening Ceremony) કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પેરિસ ઓલિમ્પિક 26મી જૂલાઈથી શરૂ થવાનું છે, જે 11મી ઓગસ્ટ 2024ના રોજ સમાપ્ત થશે. પેરિસ ઓલિમ્પિક 2024નો (Paris Olympics 2024 ) ઉદ્ઘાટન સમારોહ ગેમ્સના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ બનવા જઈ રહ્યો છે.
આ સમારોહ 26 જુલાઈના રોજ પેરિસ, ફ્રાન્સમાં આયોજિત કરવામાં આવશે અને 1924 પછી પ્રથમ વખત તે પેરિસમાં યોજાઈ રહ્યો છે. એટલે કે પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સની 100મી વર્ષગાંઠ હશે. આ ઈવેન્ટના આયોજન અને તૈયારીએ રમતપ્રેમીઓમાં એક અલગ જ સ્તરનો રોમાંચ પેદા કર્યો છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ઉદ્ઘાટન સમારોહ ક્યારે, ક્યાં અને કયા સમયે શરૂ થશે અને ચાહકો ભારતમાં તેમના ઘરે બેસીને તેનો આનંદ માણી શકશે.
પેરિસ ઓલિમ્પિક્સ 2024 ની ઓપનિંગ સેરેમની ક્યાં યોજાશે?
વાસ્તવમાં પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહ ઐતિહાસિક હશે, કારણ કે તે સ્ટેડિયમમાં નહીં, પરંતુ તેની બહાર આયોજિત થવાનો છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે, જ્યારે ઉદ્ઘાટન સમારોહ સ્ટેડિયમમાં યોજાશે નહીં
કેવી રીતે ઐતિહાસિક બનશે?
પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહનું મુખ્ય આકર્ષણ સીન નદી છે. તેના કિનારે ઘણી ઐતિહાસિક ઘટનાઓ બની છે. નદી પર એક ભવ્ય બોટ પરેડનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં તમામ દેશોના એથ્લેટ્સ તેમના રાષ્ટ્રીય પોશાકમાં જોવા મળશે. આ પરેડ પેરિસના ઐતિહાસિક સ્થળો પરથી પસાર થશે, જેમાં ચાહકોને એફિલ ટાવર, લુવર મ્યુઝિયમ અને નોટ્રે ડેમ કેથેડ્રલ જેવા સ્થળો જોવા મળશે.
પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદઘાટન સમારોહને લગભગ 6 લાખ દર્શકો નિહાળશે તેવી અપેક્ષા છે. ઓપનિંગ સેરેમની માટે 2,22,000 ફ્રી ટિકિટ રાખવામાં આવી છે, જ્યારે 1,04,000 પેઇડ ટિકિટ રાખવામાં આવી છે.
પેરિસ ઓલિમ્પિક્સની ઓપનિંગ સેરેમની કેટલા વાગ્યે શરૂ થશે?
ભારતના ચાહકો પેરિસ ઓલિમ્પિક્સ 2024ની ઓપનિંગ સેરેમની લાઈવ ટેલિકાસ્ટ લગભગ 11 વાગ્યાથી જોઈ શકે છે, જ્યારે ઉદ્ઘાટન સમારોહ 26 જુલાઈના રોજ સ્થાનિક સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
તમે પેરિસ ઓલિમ્પિક્સનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો
પેરિસ ઓલિમ્પિક્સ 2024નું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ પર થશે. તેનું જીવંત પ્રસારણ ભારતમાં સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર SD અને HD બંને ચેનલો પર થશે.