Tokyo Olympics: ભારતીય નિશાનબાજોએ કર્યાં નિરાશ,ઇલાવેનિલ અને અપૂર્વી કવોલિફિકેશન રાઉન્ડથી બહાર
ઓલ્મપિકમાં ભારતની નિશાનબાજી અપૂર્વી અને ઇલાવેનિલ 10 મીટર એર રાઇફલના શરૂઆતના રાઉન્ડમાંથી બહાર થઇ ગઇ છે
Tokyo Olympics: ઓલ્મપિકમાં ભારતની નિશાનબાજી અપૂર્વી અને ઇલાવેનિલ 10 મીટર એર રાઇફલના શરૂઆતના રાઉન્ડમાંથી બહાર થઇ ગઇ છે. અલાવેનિલ 626.5ના સ્કોરની સાથે 16માંનંબર અને અપૂર્વી 621.9 સ્કોરની સાથે 36માં નંબર પર રહી.
ઓલ્મિપકની નિશાનબાજ સ્પર્ધામાં ભારતની શનિવારની શરૂઆત ખરાબ રહી. પદકની દાવેદાર માનવામાં આવી રહેલી ઇલાવેનિલ વારારિવન અને અપૂર્વી ચંદેલા મહિલાઓની 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં ફાઇનલમાં ન પહોંચી શકી. પહેલી વખત ઓલ્મિપકમાં રમી રહેલ દુનિયાની નંબર વન ખેલાડી ઇલાવેનિલ 626.5ના સ્કોર સાથે 16માં અને અપૂર્વી ચંદેલા 621.9 અંક સાથે 50 નિશાનબાજોમાં 36માં સ્થાન પર રહી.
દરેક નિશાનબાજને દસ-દસ શોર્ટની છ સીરિઝ રમવાની હતી.ટોપ આઠ નિશાનબાજોએ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. જેમાં નોર્વેની ડુઅસ્ટાડ જેનેટ હેગે 632.9ના સ્કોરની સાથે ઓલ્મપિક કવોલિફાઇડનો નવો રેકોર્ડ બનાવીને સ્થાન મેળવ્યું હતું. કોરિયાની પાર્ક હીમૂનને (631,7) બીજાઅને અમેરિકાની મેરી ટકર (631.4) ત્રીજા સ્થાન પર રહી.
બંનેને શરૂઆત ખરાબ રહી
ઇલાવેનિલ અનં ચંદેલાની શરૂઆત ખરાબ રહી અને બંને તેમાં સુધાર ન કરી શકી. આ વર્ષે દિલ્લીમાં આઇએસએસએફ વિશ્વકપમાં ગોલ્ડ મેડલ જીતનાર ઇલાવેનિલે પહેલી બે સીરિઝમાં 9.5 અને 9.9 સ્કોર કર્યો બાદ ત્રીજી સીરિઝમાં શાનદાર વાપસી કરવાની કોશિશ કરતા 10.9 સ્કોર કર્યો. જો કે આવનાર ત્રણ સીરિઝમાં તે ફોર્મ યથાવત ન રાખી શકી અને નવના સ્કોર સાથે ક્વોલિફાઇ રેન્કિંગમાં વધુ નીચે જતી રહી.
લયમાં ન જોવા મળી અર્પૂવી ચંદેલા
તો બીજી તરફ રિયો ઓલમ્પિકમાં 34મું સ્થાન પર રહેલી અપૂર્વી બિલકુલ લયમાં ન જોવા મળી. અપૂર્વીએ 2019માં વિશ્વકપમાં સૂર્વણ કપ જીત્યો હતો. ઇલાવેનિલ ક્વોલિફિકેશનમાં આઠમાં અને અંતિમ ક્વોલિફિકેશન સ્થાન પર કબ્જો કરનાર રશિયાની અનાસ્તાસિયા ગાલાશિના બે અંક પાછળ રહી ગઇ.
ભારતે ટોકિયો ઓલ્મપિકમાં નિશાનબાજીનો પહેલા કોટા મહિલાઓની 10 મીટર એર રાઇફલમાં જ મેળવ્યું હતું.અંજુમ મુદ્રિલ અને અપૂર્વી ચંદેલાએ 2018માં કોરિયામાં આયોજીત વિશ્વ ચેમ્પિયનમાં આ કોટા જિત્યું હતું,. મુદ્દિલનો કોટા હાલના ફોર્મના આધારે ઇલાવેનિલને આપવામાં આવ્યો હતો.