India Medal Tally, Olympic 2020: મનિકા બત્રાએ કર્યા નિરાશ, ટેબલ ટેનિસમાં ભારતને શરત કમલ પાસે મેડલની આશા
India Medal Tally Standings, Tokyo Olympic 2020: ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 38માં ક્રમે છે.
ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 38માં ક્રમે છે. ચીન 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ મળી કુલ 17 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. આજે ઘણી રમતોમાં નિરાશા મળ્યા બાદ ભારતીય ફેન્સની વધુ એક ઉમ્મીદ તૂટી ગઈ છે. ટેબલ ટેનિસના વિમન્સ સિંગરના ત્રીજા રાઉન્ડમાં મનિકા બત્રા બહાર થઈ છે.
પોતાની ચોથી ઓલિમ્પિક રમી રહેલા અચંતા શરત કમલ શરુઆતમાં પાછળ રહ્યા બાદ સારી વાપસી કરતા ટોક્યો ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ પ્રતિયોગિતામાં આજે પુરુષ સિંગલના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પરંતુ મહિલા સિંગલમાં મનિકા બત્રા અને સુતિર્થા મુખર્જી હારીને બહાર થઈ ગઈ છે. શરત કમલ 49 મિનિટ સુધી ચાલેલી મેચમાં પુર્તગાલના ટિગાયો અપોલોનિયા પર 4-2 (2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9) થી જીત મેળવી છે. ટેબલ ટેનિસમાં ભારતની આશા શરત કમલ પર છે. પરંતુ તેમણે મંગળવારે ત્રીજા રાઉન્ડમાં ચીનના હાલના ચેમ્પિયન મા લાંગના પડકારનો સામનો કરવો પડશે. લાંગ હાલ વિશ્વ ચેમ્પિયન છે.
ભારત મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે ?
ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 38માં ક્રમે છે. ચીન 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ મળી કુલ 17 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે અમેરિકા 7 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ એમ 14 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. જાપાન 7 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ એમ મળી કુલ 12 મેડલ સાથે ત્રીજા ક્રમે છે.
ચોથો દિવસ નિરાશાજનક
ઓલિમ્પિક રમતોત્સવનો ચોજો દિવસ છે. ભારત માટે દિવસ નિરાશાજનક રહ્યો છે. આજે ઘણી રમતોમાં નિરાશા મળ્યા બાદ ભારતીય ફેન્સની વધુ એક ઉમ્મીદ તૂટી ગઈ છે. ટેબલ ટેનિસના વિમન્સ સિંગરના ત્રીજા રાઉન્ડમાં મનિકા બત્રા ઓસ્ટ્રિયાની સોફિયા પોલકાનોવા સાથે સીધા સેટમાં 8-11, 2-11, 5-11, 7-11થી હારી ગઈ છે.
મીરાબાઈ ચાનૂની મણિપુરના એડિશનલ એસપી (સ્પોર્ટ્સ) તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે જુડોમાં શાનદાર રમત બતાવનારી સુશીલા દેવીની સબ ઈન્સ્પેક્ટર તરીકે વરણી કરાઈ છે.