Tokyo Olympics 2020 : કેમ ભારતીય હોકી કોમેન્ટેટર રડી પડ્યા? વીડિયો વાયરલ
વાયરલ વીડિયોમાં હોકીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં સુનીલ તનેજા (Sunil Taneja) અને સિદ્ધાર્થ પાંડે (Siddharth Pandey)ગ્રેટ બ્રિટન અને ભારત વચ્ચેની મેચ પર હિન્દી કોમેન્ટ્રી કરતા જોવા મળી રહ્યા છે.
પહેલી ઓગસ્ટે ભારતીય પુરૂષ હોકી ટીમે પણ 49 વર્ષ જૂનો રેકોર્ડ તોડતા સેમીફાઈનલમાં પોતાનુ સ્થાન પાકુ કરી લીધુ હતું. આ ખુશીની ઘડીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ભૂતપૂર્વ હોકી ખેલાડી ટીવી કાર્યક્રમ દરમિયાન રડતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વાયરલ વીડિયોમાં હોકીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં સુનીલ તનેજા (Sunil Taneja) અને સિદ્ધાર્થ પાંડે (Siddharth Pandey)ગ્રેટ બ્રિટન અને ભારત વચ્ચેની મેચ પર હિન્દી કોમેન્ટ્રી કરતા જોવા મળી રહ્યા છે.
જોકે, હોકી સેમીફાઈનલમાં ભારતની હાર થઈ છે. સેમી ફાઈનલમાં ભારતની બેલ્જિયમ સામે હાર થઈ છે. બેલ્જિયમે ભારતને 5-2થી હાર આપી છે. આ સાથે જ હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે. આગામી 5 ઓગસ્ટના રોજ ભારતીય હોકી ટીમ હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.
બીજા ક્વાર્ટરની મેચ પૂરી થયા સુધી ભારત અને બેલ્જિયમ 2-2ની બરાબરી પર હતી. ત્રીજા ક્વાર્ટમરાં બન્ને ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. જ્યારે ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમની ટીમ ભારત પર હાવી થઈ ગઈ હતી અને તેણે ત્રણ ગોલ ફટાકરીને મેચમાં 5-2થી જીત મેળવી હતી. ભારતની સામે રમી રહેલ બેલ્જિયમની ટીમ દુનિયાની નંબર વન ટીમ છે. અને ટોક્યો ઓલંપિકમાં બેલ્જિયમની ટીમે 6 મેચોમાં 29 ગોલ કર્યા છે. જો કે બેલ્ઝિયમ સાથે ભારચીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી સારૂ રહ્યુ છે.
વર્ષ 2019માં બેલ્ઝિયમના પ્રવાસ સમયે ભારતીય ટીમે બેલ્જિયમને 2 0, 3 1 અને 5 1થી હરાવ્યું હતું. સાથે જ આ વર્ષે માર્ચમાં રમાયેલ મેચમાં પણ ભારતીય ટીમે બેલ્જિયમને 3 2થી મ્હાત આપી હતી. આમ બેલ્ઝિયમ સામે રમાયેલ પાંચમાંથી ચાર મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે.
ઓલંપિકમાં પણ પણ ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ઓલંપિક ટૂનાર્મંટમાં ભારતીય હોકી ટીમે 8 ગોલ્ડ સહિત કુલ 11 મેડલ જીત્યા છે. ભારતીય ટીમે છેલ્લે વર્ષ 1980માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ 1980 બાદ પ્રથમ વખત મેડલ જીતવાથી ભારત એક જીત દૂર છે.
પીએમ મોદીએ પણ મેચ દરમિયાન શુભેચ્છા પાઠવી
રમતોના મહાકુંબ ઓલિમ્પિકમાં ભારત આજે સેમીફાઈનલમાં બેલ્જિયમ સામે રમી રહ્યું છે. સમગ્ર દેશ આ રોમાંચક મેચને જોઈ રહ્યો છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને જાણકારી આપી કે તેઓ ભારતની આ મેચ જોઈ રહ્યા છે. તેની સાથે જ પીએમ મોદીએ ભારતને જીત માટે શુભેચ્છા આપી છે.