Watch: મનુ ભાકરની માં અને નીરજ ચોપડાની વચ્ચે શું થઇ વાતચીત ? ખુલી ગયુ સૌથી મોટુ રાજ, તમે પણ જાણી લો
Neeraj Chopra Meets Manu Bhaker Mother: પેરિસ ઓલિમ્પિક 2024ની સમાપ્તી થઇ ચૂકી છે. ભારતીય દિગ્ગજોએ આ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે
Neeraj Chopra Meets Manu Bhaker Mother: પેરિસ ઓલિમ્પિક 2024ની સમાપ્તી થઇ ચૂકી છે. ભારતીય દિગ્ગજોએ આ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. નીરજ ચોપડા અને મનુ ભાકર હવે ભારત પરત ફર્યા છે, જોકે, આ પછી બન્ને ચર્ચાનો વિષય બની ગયા છે. ખરેખરમાં, તેમના બે વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે દાવો કરવામાં આવી રહ્યો છે કે નીરજ ચોપડા અને મનુ ભાકરની લવ સ્ટૉરી શરૂ થઈ ગઈ છે. એક ક્લિપમાં મનુ ભાકરની માતા સુમેધા ભાકરે નીરજનો હાથ તેના માથા ઉપર રાખ્યો છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે બંને વચ્ચે શું થયું અને શું મનુ ભાકરની માતાએ તેમને કોઈ શપથ લેવા માટે કરાવ્યા?
શું થઇ હતી વાતચીત ?
વાસ્તવમાં એક તરફ સોશિયલ મીડિયા પર ફેન્સે નીરજ ચોપડા અને મનુ ભાકરના લગ્નની અટકળો શરૂ કરી દીધી છે. દરમિયાન, એક વ્યક્તિએ દાવો કર્યો છે કે મનુ ભાકરની માતાએ નીરજ ચોપડાને શપથ લીધા છે કે તે ક્યારેય ટેન્શન નહીં લે, આરામ કરશે અને પછી તેની મહેનત ચાલુ રાખશે. તેણે આગળ કહ્યું કે દીકરા, દિલમાં ક્યારેય ઘા ના રાખ. સુમેધાએ પછી નીરજને પૂછ્યું કે તે તેની પુત્રીને કેવી રીતે પસંદ કરે છે? નીરજ ચોપડાએ શરમાઈને જવાબ આપ્યો અને કહ્યું કે તેણે ક્યારેય મનુ તરફ પ્રેમની નજરે જોયું નથી. ABP Live આ ચર્ચાની પુષ્ટિ કરતું નથી, તે માત્ર સોશિયલ મીડિયા પરથી લેવામાં આવેલા દાવા પર આધારિત છે.
कह रही है मां की मेरी कसम खाओ टेंशन नहीं लोगे । रेस्ट करो फिर आगे के मेहनत । लेकिन दिल में जख्म नहीं रखना मेरे बेटे ।
— Ankit (@Ankitjaiswalx) August 12, 2024
फिर कह रही है मेरी बेटी मनु कैसी लगती है तुम्हे ?
नीरज भाई ने बोला कभी ऐसी नजर से देखा नहीं आपको छोरी को। (शर्माते हुए )
पर्दा गिरता है
तालियों की गंगनाहट ...
બન્ને મેડલ જીતીને લાવ્યા છે
નીરજ ચોપડા અને મનુ ભાકર, બંને એથ્લેટ્સે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે મેડલ જીત્યા છે. મનુ ભાકરે સિંગલ્સ અને મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. આ સાથે તે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની પ્રથમ એથ્લેટ બની હતી. બીજી તરફ નીરજ ચોપડા 2020 ટોક્યો ઓલિમ્પિકમાં જીતેલા ગૉલ્ડ મેડલનો બચાવ કરી શક્યો ના હતો, પરંતુ તેણે 89.45 મીટર બરછી ફેંકીને સિલ્વર મેડલ ચોક્કસપણે જીત્યો હતો.
All you need is a medal in the Olympics to impress both mother and daughter.
— Yanika_Lit (@LogicLitLatte) August 12, 2024
Neeraj Chopra with Manu Bhaker and her mother. pic.twitter.com/5rDUOepyXs
આ પણ વાંચો
Watch: મનુ ભાકરની માં અને નીરજ ચોપડાની વચ્ચે શું થઇ વાતચીત ? ખુલી ગયુ સૌથી મોટુ રાજ, તમે પણ જાણી લો