મોદીએ લેટરમાં લખ્યું છે, તમારી યાત્રા ઉતાર-ચઢાવ ભરેલી રહી હશે પરંતુ તમે સમર્પણ અને દ્રઢતાથી દેશ માટે રમવાનું નક્કી કર્યું હતું તેવો મને વિશ્વાસ છે. તમે ખૂબ ઓછા સમયમાં એક ભરોસાપાત્ર ઓપનિંગ બેટ્સમેન બની ગયા હતા. જે અવારનવાર ટીમને શાનદાર શરૂઆત અપાવતા હતા.
2/6
ગંભીરે મોદીના આ પત્રને ટ્વિટર હેન્ડલ પર શેર કરીને લખ્યું કે, આ માટે તમારો આભાર. દેશવાસીઓના સમર્થન અને પ્રેમ વગર આ શક્ય ન બનત. મારી તમામ ઉપલબ્ધિ દેશના નામે. ગંભીરે આ પોસ્ટમાં મોદી અને વડાપ્રધાન કાર્યાલયને પણ ટેગ કર્યા છે.
3/6
વડાપ્રધાને પત્રમાં લખ્યું કે, હું ભારતીય રમતોમાં તમારા યોગદાન માટે અભિનંદન આપવાની સાથે શરૂઆત કરવા ઈચ્છીશ. તમારા યાદગાર પ્રદર્શન માટે ભારત હંમેશા આભારી રહેશે. તેમાં અનેક એવા પ્રદર્શન હતા, જેણે દેશને ઐતિહાસિક જીત અપાવી હતી.
4/6
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનારા ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરના રમતમાં યોગદાન અને વંચિત લોકોની જિંદગીમાં સકારાત્મક બદલાવ લાવવાની કોશિશ અંગે પત્ર લખીને પ્રશંસા કરી છે. પત્રમાં મોદીએ ટી20 વિશ્વકપ 2007 અને વિશ્વ કપ 2011માં ભારતને ચેમ્પિયન બનાવવામાં ગંભીરના યોગદાનનો વિશેષ ઉલ્લેખ કર્યો છે.
5/6
ગંભીરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા લેટરને ટ્વિટર પર શેર કર્યો છે.
6/6
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળીને 10,000થી વધુ રન બનાવનારા ગંભીરે થોડા દિવસો પહેલા અંતિમ રણજી મેચ રમીને ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તે દેશ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દા પર તેનો મત રજૂ કરવા જાણીતો છે.