શોધખોળ કરો
Advertisement
Coronavirus: પીવી સિંધુએ આંધ્રપ્રદેશ અને તેલંગણાના રાહત ફંડમાં પાંચ-પાંચ લાખ રૂપિયા કર્યા દાન
દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 649 થઈ ગઈ છે. તેમાં 563 ભારતીય નાગરિક છે અને વિદેશી નાગરિક 43 છે. જ્યારે 13 લોકોના મોત થઈ ચૂક્યા છે.
કોરોના વાયરસની મહામારી સામે લડવા અનેક સેલેબ્સ સહિત ભારતીય ખેલાડીઓ પણ આર્થિક મદદ માટે આગળ આવ્યા છે. વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પણ આ કપરી સ્થિતિમાં 10 લાખ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે. સિંધુએ બે રાજ્યો આંધ્રપ્રદેશ અને તેલંગણાના મુખ્યમંત્રી રાહત ફંડમાં 5-5 લાખ રૂપિયા દાન કર્યા હતા.
સિંધુએ ટ્વિટ કરીને 10 લાખ રૂપિયા દાન કરવાની જાણકારી આપી હતી. સિંધુએ કહ્યું, “કોરોનાવાયરસથી લડવા માટે હું તેલંગણાના અને આંધ્રપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી રાહત કોષમાં પાંચ-પાંચ લાખ રૂપિયા દાન કરું છું. ”
ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી 50 લાખ રૂપિયાની મદદથી એ લોકો માટે જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે જેમને સુરક્ષા માટે સરકારી સ્કૂલમાં રાખવામાં આવ્યા છે. ગૌતમ ગંભીરે પણ પોતાની સંસદ નિધિમાંથી 50 લાખ રૂપિયા કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં આપી ચૂક્યા છે. જ્યારે બજરંગ પુનિયા પણ પોતાની 6 મહિનાની સેલેરી દાન કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement