અફઘાનિસ્તાન ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવા જઈ રહ્યું છે. જે માટે અફઘાનિસ્તાનની ટીમમાં રાશિદ ખાન, મોહમ્મદ નબી સહિત ચાર સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
2/7
જાડેજા ચાલુ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ વતી આઈપીએલમાં રમ્યો હતો અને સીએસકેની ટીમ ચેમ્પિયન બની હતી.
3/7
ભારતીય ક્રિકેટ ટીમનો સ્પિનર રવિન્દ્ર જાડેજા હાલ બેંગલુરુમાં છે. જ્યાં તે 14 જૂનથી અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી ટેસ્ટની તૈયારી કરી રહ્યો છે. અહીં તે મોસમનો ભરપૂર આનંદ લઈ રહ્યો છે.
4/7
40 આંતરરાષ્ટ્રીય ટી-20માં જાડેડાને 31 સફળતા મળી છે. આ ખેલાડીએ કુલ 211 આંતરરાષ્ટ્રીય મેચમાં 3206 રન પણ બનાવ્યા છે.
5/7
જાડેજા 35 ટેસ્ટની 67 ઈનિંગમાં 165 વિકેટ ઝડપી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 9 વખત 5 કે તેથી વધારે શિકાર ઝડપ્યા છે. 136 વન ડેમાં તે 155 ખેલાડીઓને પેવેલિયન મોકલી ચૂક્યો છે.
6/7
રવિન્દ્ર જાડેજાએ શેર કરેલી તસવીર
7/7
જાડેજાએ બેંગલુરુની એક તસવીર તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. જેમાં વાદળ આકાશથી ઘેરાયેલું છે. ટેસ્ટ મેચ પહેલા જાડેજા રજાનો આનંદ માણી રહ્યો છે.