શોધખોળ કરો
વર્લ્ડકપમાં રમતો ટીમ ઈન્ડિયાનો કયો ખેલાડી સંજય માંજરેકર પર ભડક્યો, જાણો વિગત
બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન જ્યારે કોમેન્ટેટર્સે જાડેજાને અંતિમ 11માં સામેલ કરવા અંગે પૂછ્યું ત્યારે સંજય માંજરેકરે કહ્યું કે, હું જાડેજા જેવા ખેલાડીને પસંદ નથી કરતો. કારણકે તે થોડી બેટિંગ અને બોલિંગ કરે છે. સંજય માંજેરકરની આ વાત જાડેજાને પસંદ ન આવી અને તેણે ટ્વિટ કરીને માંજરેકર ઝાટકી નાંખ્યો હતો.

નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં બાંગ્લાદેશને હરાવીને ટીમ ઈન્ડિયા સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે. પરંતુ અત્યાર સુધી ટીમમાં સૌરાષ્ટ્રના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્લેઇંગ ઇલેવનમાં રમવાનો મોકો મળ્યો નથી. બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન જ્યારે કોમેન્ટેટર્સે જાડેજાને અંતિમ 11માં સામેલ કરવા અંગે પૂછ્યું ત્યારે સંજય માંજરેકરે કહ્યું કે, હું જાડેજા જેવા ખેલાડીને પસંદ નથી કરતો. કારણકે તે થોડી બેટિંગ અને બોલિંગ કરે છે. સંજય માંજેરકરની આ વાત જાડેજાને પસંદ ન આવી અને તેણે ટ્વિટ કરીને માંજરેકર ઝાટકી નાંખ્યો હતો. જાડેજાએ સંજય માંજરેકરને જવાબ આપતાં કહ્યું, હું તેમ છતાં પણ તમારાથી બમણી મેચ રમ્યો છું અને હાલ પણ રમી રહ્યો છું. બીજા લોકોએ જે સિદ્ધિ મેળવી છે તેની ઇજ્જત કરતા શીખો. મેં તમારી ફાલતું વાતો ખૂબ સાંભળી છે.
રાયડુની નિવૃત્તિ પર ભડક્યો આ ક્રિકેટર, કહ્યું- પાંચ સિલેક્ટર્સે થઈને પણ તેની કરિયર જેટલા રન બનાવ્યા નથી કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જતી બસમાં સૌથી આગળ કોણ બેઠું છે ? જાણો વિગત જય જગન્નાથઃ કેવી રીતે કૃષ્ણ બન્યા પુરીના જગન્નાથ?Still i have played twice the number of matches you have played and i m still playing. Learn to respect ppl who have achieved.i have heard enough of your verbal diarrhoea.@sanjaymanjrekar
— Ravindrasinh jadeja (@imjadeja) July 3, 2019
વધુ વાંચો





















