ઉલ્લેખનીય છે કે, તાજેતરમાંજ ટીમે ન્યૂઝીલેન્ડના પૂર્વ સ્પિનર ડેનિયલ વિટ્ટોરીની જગ્યાએ સાઉથ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કૉચ ગૈરી કર્સ્ટનને પોતાનો હેડ કૉચ બનાવ્યો છે.
2/4
જ્યારે બેટિંગ અને ફિલ્ડિંગ કૉચ ટ્રેન્ટ વુહહિલ અને એલન ડોનાલ્ડને પણ પદ પરથી હટાવી દીધા છે. ફ્રેન્ચાઇઝીએ આશિષ નેહરાને બૉલિંગ કૉચ બનાવ્યો છે. નેહરા ગઇ સિઝનમાં RCB સાથે જોડાયો હતો.
3/4
આઇપીએલની ટીમ RCBએ એક નિવેદન આપીને જણાવ્યું છે કે, આરસીબીએ કોહલીને કેપ્ટન પદેથી હટાવ્યો નથી, આ બધી મીડિયામાં વહેતી થયેલી અટકળો માત્ર અફવાઓજ છે. RCBના પ્રવક્તાએ જણાવ્યું કે આવા સમાચારોમાં કોઇ તથ્ય નથી, વિરાટ કોહલી જ આગામી સિઝનમાં પણ અમારી ટીમનો કેપ્ટન કોહલી જ રહેશે.
4/4
નવી દિલ્હીઃ તાજેતરમાંજ મીડિયામાં વહેતા થયેલા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર કેપ્ટન પદેથી વિરાટ કોહલીને હટાવવામાં આવ્યો છે, અને તેની જગ્યાએ સાઉથ આફ્રિકાના દિગ્ગજ પૂર્વ એબી ડિવિલયર્સને જવાબદારી સોંપવામા આવી છે. હવે આ વાત પર ખુદ RCBએ જવાબ આપ્યો છે.