શોધખોળ કરો
Advertisement
પંત અને અશ્વિન ICC ‘Player of the month’ માટે નામાંકિત, આ ખેલાડીઓ પણ છે રેસમાં
જાન્યુઆરી મહિના માટે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, અફઘાનિસ્તાનના રહમાનુલ્લાહ ગુરબાઝ, દક્ષિણ આફ્રિકાના મરિજાનો કાપ અને નાદિન ડે કલેર્ક અને પાકિસ્તાનની નિદા ડાર પણ રેસમાં છે.
દુબઈ: ભારતના સીનિયર ઓફ સ્પિનર આર અશ્વિન અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) જાન્યુઆરી મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીના પુરસ્કાર માટે નામાંકિત કર્યા છે.
અશ્વિન અને પંત સિવાય ટીમ ઈન્ડિયાના મોહમ્મદ સિરાજ અને ટી નટરાજન પણ પુરસ્કારની રેસમાં છે. આ તમામ ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં ઐતિહાસિક જીત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. આઈસીસીએ કહ્યું કે, આખુ વર્ષ તમામ ફોર્મેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મહિલા અને પુરુષ ક્રિકેટરોને આ પુરસ્કાર આપવામાં આવશે.
જાન્યુઆરી મહિના માટે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, અફઘાનિસ્તાનના રહમાનુલ્લાહ ગુરબાઝ, દક્ષિણ આફ્રિકાના મરિજાનો કાપ અને નાદિન ડે કલેર્ક અને પાકિસ્તાનની નિદા ડાર પણ રેસમાં છે.
આઈસીસીએ એક જાહેરાતમાં કહ્યું કે, પ્રશંસકોને દર મહિને ઓનલાઈન વોટિંગ માટે આમંત્રિત કરવામાં આવ્યા ઓનલાઈન વોટ સિવાય એક સ્વતંત્ર આઈસીસી વોટિંગ એકેડમી પણ બનાવવામાં આવી જેમાં પૂર્વ ખેલાડી, પ્રસારક અને પત્રકાર સામેલ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement