પૂજારાએ કહ્યું કે, મને હંમેશા લાગતું હતું કે નેટ્સમાં હું સારી બેટિંગ કરી રહ્યો છું અને જલ્દી મોટો સ્કોર બનાવીશ. ખરાબ ફોર્મના કારણે મારા પણ દબાણ હતું. જ્યારે તમે રન નથી બનાવતાં ત્યારે હંમેશા દબાણમાં હોવ છો. એક ટીમ તરીકે આ ટેસ્ટ પહેલા અમે રન નહોતા બનાવી શકતા. પૂજારાએ બીજી ઈનિંગમાં 72 રન બનાવવા ઉપરાંત કોહલી સાથે 113 રનની ભાગીદારી કરી હતી.
2/3
તેણે ઉમેર્યું કે, કાઉન્ટી રમવાથી મને મદદ મળી. હું ઘણું શીખ્યો. કાઉન્ટીમાં હું વધારે રન ન બનાવી શક્યો પરંતુ મુશ્કેલ પિચ પર રમી રહ્યો હતો. મારો આત્મવિશ્વાસ ક્યારેય ઓછો નહોતો થયો. આ ટેસ્ટ મેચમાં ટોચના બેટ્સમેનો રન બનાવે તે જરૂરી હતું. અમારા ઓપનરોએ પ્રથમ અને બીજી ઇનિંગમાં સારી બેટિંગ કરી. દરેક વખતે પચાસ કે સો રન બનાવવા મહત્વના નથી હોતા.
3/3
નોટિંઘમઃ ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ સ્વીકાર્યું છે કે ત્રીજી ટેસ્ટમાં તેના પર રન બનાવવાનું દબાણ હતું. જે બાદ તેણે ઉમેર્યું કે, કાઉન્ટી ક્રિકેટ રમવાથી તેણે ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં બેટિંગ કરવા માટે ગુમાવેલું ફોર્મ પરત મેળવ્યું હતું.