આ શોમાં સચિનની સાથે વીરેન્દ્ર સેહવાગ પણ હાજર હતો. સેહવાગે પણ ઈન્ઝમામ વિશેની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. સેહવાગે પાકિસ્તાની લેગ સ્પિનર દાનિશ કનેરિયા વિરુદ્ધ ઘણા રન બનાવ્યા હતા. સેહવાગે ઈન્ઝમામને કહ્યું કે, મિડ ઑનને અંદર બોલાવી લે મારે સિક્સ મારવી છે. ઈન્ઝીએ તેની વાતને સીરિયસલી ન લીધી અને ખેલાડીને અંદર બોલાવી લીધો. સેહવાગે બીજી જ ઓવરમાં કનેરિયાને મીડ ઑન પરથી સિક્સ ફટકારી દીધી. ઈન્ઝમામે આ શૉટ જોઈને ખેલાડી ફરી બાઉન્ડ્રી પર મોકલી દીધો.
2/4
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં સચિન-વીરૂની સ્ટાર જોડીને સર્વશ્રેષ્ઠ ઓપનિગં જોડી ગણવામાં આવે છે. હાલમાં ચાલી રહેલ વ્હાઈટ ધ ડક શો-3માં સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગે પોતાના જમાનાના અનેક અનુભવ શેર કર્યા હતા.
3/4
માસ્ટર બ્લાસ્ટર સચિને આ શો દરમિયાન પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટ ઇન્ઝમામ ઉલ હકનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ઇન્ઝમામના વખાણ કરતાં કહ્યું કે, તે ભારતીય કેલાડીઓનું ખૂબ જ સન્માન કરે છે અને પ્રેમથી વાત પણ કરતા હતા.
4/4
સચિને આગળ કહ્યું કે, જ્યારે અમે પાકિસ્તાનના પ્રવાસે હતા ત્યારે લાહોરમાં પાકિસ્તાની ટીમ બાદ અમારી નેટ પ્રેક્ટિસ શરૂ થવાની હતી. આ દરમિયાન ઈન્ઝમામ પોતાના પુત્રને મારી પાસે લઈને આવ્યો. તેણે કહ્યું કે, આ છોકરો ભલે મારો રહ્યો પણ ક્રિકેટમાં તે તારો ફેન છે. તેને તારી બેટિંગ ખૂબ ગમે છે. ઈન્ઝમામની વાત સાંભળી મને બહુ સારું લાગ્યું અને બાદમાં મેં તેના પુત્ર સાથે ઘણો સમય પસાર કર્યો.’