શોધખોળ કરો
સાનિયા મિર્ઝાએ પુત્રને જન્મ આપ્યો, પતિ શોએબ મલિકે ટ્વિટ કરી આપી જાણકારી
1/3

સાનિયા અને શોએબના લગ્ન 2010માં થયા હતા. આ તેમનું પ્રથમ સંતાન છે. આ પહેલા સાનિયા મિર્જાએ પોતાની પ્રેગ્નેંસી દરમિયાન કહ્યું હતું કે તેના બાળકના નામ સાથે મિર્જા અને મલિક સરનેમ જોડાશે. એટલે જ શોએબ મલિકે અંતમાં બેબી મિર્જા મલિક લખ્યું છે. લગ્ન સમયે સાનિયા મિર્જાએ ઘણા ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેના પતિ પાકિસ્તાની છે. પરંતુ તે પરિસ્થિતિમાં મજબૂતીથી ઉભી રહી હતી.
2/3

તેમણે ટ્વિટર પર કહ્યું, તમને જણાવતા ખૂબ જ ઉત્સાહિત છું, પુત્રનો જન્મ થયો છે અને સાનિયાની તબિયત સારી છે અને હંમેશાની જેમ મજબૂત છે. તમારી શુભકામનાઓ માટે આભાર. શોએબે છેલ્લે હેશટેગમાં બેબી મિર્જા મલિક લખ્યું છે.
Published at : 30 Oct 2018 09:14 AM (IST)
View More




















