શોધખોળ કરો
Advertisement
જાડેજા-હર્ષા ભોગલે સાથે વિવાદ પર માંજરેકરે પ્રથમ વખત ખુલીને કરી વાત, કહ્યું- હું ખોટો હતો
માંજરેકરે કહ્યું, વિશ્લેષક અને કોમેન્ટેટર તરીકે આ મારું સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. જાડેજા અને મારી વચ્ચે કોઈ મતભેદ નથી.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને હાલના જાણીતા કોમેન્ટેટર સંજય માંજરેકર ચાલુ વર્ષે તેની સાથે થયેલા વિવાદોની વાત કરી હતી. માંજરેકરે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને સાથી કોમેન્ટેટર હર્ષા ભોગલે સાથે કરેલા વ્યવહારને લઈ અફસોસ વ્યક્ત કર્યો હતો.
વર્લ્ડકપ 2019 દરમિયાન સંજય માંજરેકરે રવિન્દ્ર જાડેજાને લઈ કહ્યું હતું કે, મને ટુકડામાં પરફોર્મન્સ કરતો ખેલાડી પસંદ નથી, જેમકે રવિન્દ્ર જાડેજા વન ડેમાં કરી રહ્યો છે. જે બાદ જાડેજાએ પણ તેને ખૂબ ખરી-ખોટી સંભળાવી હતી. ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઇનલમાં જાડેજાએ 77 રનની ઈનિંગ રમી માંજરેકરને જડબાતોડ જવાબ આપ્યો હતો.
એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાત કરતાં માંજરેકરે કહ્યું, મેં આ વ્યવસાયની શરૂઆત 1997-98 દરમિયાન કરી હતી. તેથી મને આશરે 20-21 વર્ષ થઈ ચુક્યા છે. વિશ્લેષક અને કોમેન્ટેટર તરીકે આ મારું સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. જાડેજા અને મારી વચ્ચે કોઈ મતભેદ નથી. તેણે જેવું સાંભળ્યું હતું તેવું જ મેં કહ્યું હતું. મને કયારેય નથી લાગ્યું કે આ અંગે સ્પષ્ટતા કરવા મારે જાડેજા સાથે મુલાકાત કરવી જોઈએ. મેં જ્યારે તેની માટે આવા શબ્દોનો પ્રયોગ કર્યો તે પછી સેમી ફાઇનલમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. ત્યાં સુધી જાડેજાની આવી ઈનિંગ જોવા મળી નહોતી.
જાડેજા બાદ તેની કોમેન્ટ્રી દરમિયાન હર્ષા ભોગલે સાથે ઉગ્ર ચર્ચા થઈ હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ દરમિયાન હર્ષા ભોગલેએ પિંક બોલ યોગ્ય રીતે દેખાતો ન હોવાનો સવાલ ઉઠાવ્યો હતો. જેના પર બંને દિગ્ગજ કોમેન્ટેટરો વચ્ચે તીવ્ર દલીલ થઈ હતી.
2019માં જમ્મુ-કાશ્મીરમાં કેટલા આતંકી થયા ઠાર ? કેટલાએ કર્યુ સરન્ડર, જાણો વિગત
દિશીત જરીવાલા હત્યા કેસ: કોર્ટે પત્ની અને પ્રેમીને કેમ જાહેર કર્યા નિર્દોષ ? જાણો વિગત
દિલ્હી સરકારે પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશનનું નામ બદલીને શું રાખ્યું ? જાણીને થશે આશ્ચર્ય
જેનું ગીત બરાક ઓબામાના ફેવરિટ લિસ્ટમાં સામેલ થયું તે ભારતીય સિંગર કોણ છે ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion