શોધખોળ કરો
Advertisement
દીકરીઓને બહાર રમવા નથી જવા દેતો આ ક્રિકેટર, કહ્યું- જેને જે કહેવું હોય એ કહે.....
આફ્રિદીએ કહ્યું કે તેની દીકરીઓ રમતમાં સારી છે, પરંતુ તેમને ફક્ત ઇનડોર ગેમ રમવાની પરવાનગી છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી શાહિદ આફ્રીદીએ કહ્યું કે, તે પોતાની દીકરીઓને બહાર જઈને રમવા જવા નથી દેતા. આફ્રીદીએ પોતાની આત્મકથા ગેમ ચેન્જરમાં લખ્યું છે કે, તે સામાજિક અને ધાર્મિક કારણોથી પોતાની ચારેય દીકરીઓ (અંશા, અજવા, અસમારા અને અક્સા)ને બહાર જઈને રમવાની મંજૂરી નથી આપતા. નારીવાદી લોકો તેના આ નિર્ણય વિશે જે કહેવું હોય તે કહી શકે છે.
આફ્રિદીએ કહ્યું કે તેની દીકરીઓ રમતમાં સારી છે, પરંતુ તેમને ફક્ત ઇનડોર ગેમ રમવાની પરવાનગી છે. તેણે કહ્યું છે કે, “અજવા અને અસમારા સૌથી નાની છે અને ડ્રેસ-અપ રમવું ઘણું પસંદ છે. જ્યાં સુધી તેઓ ઘરમાં છે, ત્યાર સુધી તેમને મારા તરફથી દરેક રમત રમવાની પરવાનગી છે. ક્રિકેટ? ના, મારી છોકરીઓ માટે નહીં. તેમને દરેક ઇનડૉર ગેમ રમવાનગી પરવાનગી આપી છે, પરંતુ મારી દીકરીઓ સાર્વજનિક રમતોમાં ભાગ નહીં લે.”
આફ્રિદીની આત્મકથા પહેલાથી જ ચર્ચામાં છે. કાશ્મીરને લઇને પણ આફ્રીદીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા ઉપરાંત અન્ય પાકિસ્તાની સીનિયર ખેલાડીઓની ટિકા અને 2010 સ્પોટ કાંડનો ઉલ્લેખને કારણે પણ તેની આત્મકથા ચર્ચામાં છે. આફ્રિદીએ તાજેતરમાં જ રીલીઝ થયેલી તેની આત્મકથામાં અનેક ખલાસાઓ કર્યા છે. તેણે ભારતીય ખેલાડી ગૌતમ ગંભીરને લઇને પણ લખ્યું હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement