શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જ્યાં સુધી મોદી સત્તામાં રહેશે ત્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે નહીં રમાય ક્રિકેટ, જાણો પાકિસ્તાનના કયા પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આપ્યું નિવેદન
મેં ભારતમાં ક્રિકેટ રમવાનો ઘણો આનંદ લીધો છે તેમાં કોઈ શંકા નથી. મેં હંમેશા ભારતીય લોકો તરફથી મળેલા પ્રેમ અને સન્માનની પ્રશંસા કરી છે તેમ શાહિદ આફ્રિદીએ જણાવ્યું.
નવી દિલ્હીઃ પોતાના ભારત વિરોધી નિવેદન માટે જાણીતા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, જ્યાં સુધી મોદી સત્તામાં રહેશે ત્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈપણ પ્રકારનું ક્રિકેટ નહીં રમાય. આ ઉપરાંત આઈપીએલને લઈ તેણે નિવેદન આપતાં કહ્યું, જો પાકિસ્તાનના ખેલાડીઓને આઈપીએલમાં રમવાનો મોકો મળત તો આ ટુર્નામેન્ટમાંથી ઘણું શીખી શકત. દબાણની સ્થિતિનો કેવી રીતે સામનો કરવો તે અહીંયાથી શીખી શકાય છે.
શાહિદે કહ્યું, હું જાણું છું કે ક્રિકેટની દુનિયામાં ઈન્ડિયન પ્રીમિયર લીગ એક ખૂબ મોટી બ્રાંડ છે. બાબર આઝમ અને અન્ય પાકિસ્તાની ખેલાડી માટે ભારતીય કંડિશંસમાં રમવું અને ડ્રેસિંગ રૂમ શેર કરવાનો એક શાનદાર મોકો હોઈ શકત. મારું માનવું છે કે પાકિસ્તાની ખેલાડીઓ એક મોટો મોકો ગુમાવી રહ્યા છે.
તેણે કહ્યું, મેં ભારતમાં ક્રિકેટ રમવાનો ઘણો આનંદ લીધો છે તેમાં કોઈ શંકા નથી. મેં હંમેશા ભારતીય લોકો તરફથી મળેલા પ્રેમ અને સન્માનની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પર મને અનેક ભારતીયોના સંદેશ મળે છે અને હું તેનો જવાબ પણ આપું છું. ભારતમાં મારો શાનદાર અનુભવ રહ્યો છે.
આઈપીએલની પ્રથમ સીઝન 2008માં પાકિસ્તાની ખેલાડીઓએ ભાગ લીધો હતો પરંતુ 2009માં મુંબઈ આતંકી હુમલા બાદ પાકિસ્તાની ખેલાડીઓ માટે આ લીગના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.
મોદી સરકાર વિદ્યાર્થીઓને 1 લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ આપી રહી છે ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા ?
Corona Vaccine: રસી માટે મારી નાંખવામાં આવશે 5 લાખ શાર્ક ? વન્ય જીવ વિશેષજ્ઞોએ વ્યક્ત કરી ગંભીર ચિંતા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion