જોકે, શાકિબ-અલ-હસને આ ટૂર્નામેન્ટમાં બેટિંગમાં ખાસ દમ નથી બતાવ્યો, તેને 4 મેચોમાં 12.25ની એવરેજથી 49 રન જ બનાવ્યા છે, પણ બૉલિંગમાં 37.4 ઓવરોમાં 7 વિકેટ જરૂર ઝડપી છે. શાકિબ-અલ-હસનેની ઇજાના કારણે ટીમ મેનેજમેન્ટ ચિંતામાં પડી ગયુ છે. શાકિબને આંગળીમાં ઇજા પહોંચી છે જેના કારણે તે બુધવારે પાકિસ્તાન સામેની મેચમાં પણ ન હતો રમી શક્યો.
2/5
નવી દિલ્હીઃ એશિયા કપ 2018માં શુક્રવારે રમાનારી ભારત સામેની ફાઇનલ મેચ પહેલાજ બાંગ્લેદશને એક જોરદાર ફટકો પડ્યો છે. ટીમનો અનુભવી અને સ્ટાર ખેલાડી શાકિબ-અલ-હસન ઇજાના કારણે બાંગ્લાદેશ પરત ફર્યો છે.
3/5
ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેપ્ટન શાકિબ-અલ-હસને છેલ્લા કેટલાક સમયથી પોતાના પ્રદર્શનથી ફેન્સને નિરાશ કરી રહ્યાં હતો. તેને ક્રિકેટ બોર્ડને પણ પોતાને આરામ આપવાની વિનંતી કરી હતી.
4/5
5/5
રિપોર્ટ્ અનુસાર, શાકિબ-અલ-હસનને આંગળીમાં ઇજા પહોંચી હતી જેના કારણે દુઃખાવો વધી ગયો હતો. જેના કારણે તેને સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. ફિજીયોની સલાહ પ્રમાણે, શાકિબ-અલ-હસન આગામી છ અઠવાડિયા સુધી ટીમમાંથી બહાર રહેશે.