શોધખોળ કરો
Advertisement
કાશ્મીર મુદ્દે ધવને કયા પાકિસ્તાની ક્રિકેટરને તતડાવી નાંખતા કહ્યું કે, પહેલા તારા દેશનુ વિચાર......
ધવને સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાને પહેલા તેની હાલત કેવી છે તે જોવી જોઈએ અને પછી બીજા દેશમાં ચંચુપાત કરવો જોઈએ. તેની આ દખલગીરી કરવાની આદતને સાંખી નહી લેવામાં આવે
નવી દિલ્હીઃ કાશ્મીર મુદ્દાને લઇને હંમેશા ભારત અને પાકિસ્તાન એકબીજા સામે રહે છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કાશ્મીર રાગ આલાપ્યો તો તેને સણસણતો જવાબ ગબ્બરે આપી દીધો. ગબ્બર એટલે કે શિખર ધવન. જીહા, ધવને કાશ્મીર મુદ્દે આફ્રિદીને આડેહાથે લીધો હતો.
એક ન્યૂઝ ટીવી શૉમાં વાત કરતા ભારતીય ઓપનર શિખર ધવને કાશ્મીર મુદ્દે ખુલીને વાત કરી હતી. અહીંથી ગબ્બરે પાકિસ્તાની ક્રિકેટરને સલાહ આપી હતી કે પહેલા પોતાનો દેશ જોવો જોઇએ, બીજા દેશો ઉપર કૉમેન્ટ કરવી યોગ્ય નથી.
ધવને સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાને પહેલા તેની હાલત કેવી છે તે જોવી જોઈએ અને પછી બીજા દેશમાં ચંચુપાત કરવો જોઈએ. તેની આ દખલગીરી કરવાની આદતને સાંખી નહી લેવામાં આવે.
ધવને કહ્યુ કે અમારા દેશ માટે કંઈ કહેવું હશે તો અમારા જ દેશના લોકો કહેશે બહારના લોકોએ અમારા મામલામાં પડવાની કોઈ જરૂર નથી પાકિસ્તાનને. કોઈ બહારની વ્યક્તિએ અમારા દેશ અંગે વાત કરતા સો વખત વિચારવું જોઈએ કે તેમનો દેશ કેવો છે. પહેલા પોતાના દેશની સ્થિતિ તો સુધારો પછી આવજો અમને સલાહ આપવા. ધવને કહ્યુ કે અમારે ત્યાં કહેવત છે કે જેમના ઘર કાંચના હોય તેમણે ક્યારેય બીજાના ઘર પર પથ્થરમારો ન કરવો જોઈએ.Appalling and worrisome situation ongoing in the Indian Occupied Kashmir.Innocents being shot down by oppressive regime to clamp voice of self determination & independence. Wonder where is the @UN & other int bodies & why aren't they making efforts to stop this bloodshed?
— Shahid Afridi (@SAfridiOfficial) April 3, 2018
આ પહેલી વખત નથી બન્યું જ્યારે શિખર ધવને પાકિસ્તાનની ઝાટકણી કાઢી હોય આ પહેલા એપ્રિલમાં પણ શાહિદ અફરીદીને જવાબ આપ્યો હતો. અફરીદીએ એ સમયે કાશ્મીર મામલે નિવેદન કર્યુ હતુ અને આ વાતથી ધવન નારાજ થયો હતો. ધવને ત્યારે કહ્યુ હતુ કે ભારતના મામલે બહારના લોકોને બોલવાની કોઈ જરૂર જ નથી. ધવને ટ્વીટ પણ કર્યુ હતુ અને કહ્યુ હતું કે, ‘પહેલા તમારા દેશની હાલત તો જુઓ આવી ગયા અમારા દશને સલાહ આપવા. તમારા વિચારો તમારી પાસે જ રાખો. જે કરવાનું છે અમારે કરવાનું છે તમારી સલાહની અમારે જરૂર નથી. તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી.Pehle khudke desh ki haalat sudharo. Apni soch apne paas rakho. Apne desh ka joh hum kar rahe hai woh acha hi hai aur aage jo karna hai woh humein ache se pata hai. Zyaada dimaag mat lagao @SAfridiOfficial
— Shikhar Dhawan (@SDhawan25) April 5, 2018
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement