વિમેન્સ સિંગલ્સ વર્લ્ડ રેન્કિંગમાં પાંચમો ક્રમાંક ધરાવતી સિંધૂએ માત્ર 49 મિનિટમાં મુકાબલો જીતી લીધો હતો. ત્રીજા રાઉન્ડમાં સિંધુનો મુકાબલો ચીનની ચેયુંગ નગાન યી અને રુસની ઈવજેનિયા કોસેત્સત્કાયા વચ્ચે થનારા મુકાબલાની વિજેતાથી થશે.
2/3
જો કે પી વી સિંધુએ 2013 અને 2014માં વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યો હતો. પીવી સિંધૂએ 42મો ક્રમાંક ધરાવતી કોરિયન ખેલાડી સામે કારકિર્દીના પાંચ મુકાબલામાં ચોથો વિજય મેળવ્યો છે. 22 વર્ષની સ્ટાર શટલર સિંધુ 2013થી ભારત પેટ્રોલિયા કોરપોરેશનના હૈદરાબાદ ઓફિસમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કાર્યરત છે. ઓલંપિક 2016માં રજત પદક જીતનારી બેડમિંટન ખેલાડી પીવી સિંધુ નાયબ કલેક્ટર, ક્લાસ-1 અધિકારી માટે પણ નિમણુક કરવામાં આવી છે.
3/3
નવી દિલ્લી: ભારતની અગ્રણી મહિલા બેડમિંટન ખેલાડી પી.વી.સિંધુએ જીત સાથે વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપમાં તેમના અભિયાનની પ્રારંભ કરી દીધો છે. સિંધૂએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની વિમેન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ચોથા ક્રમાંકિત પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યા બાદ બીજા રાઉન્ડમાં કોરિયાની કિમ હ્યૂ મિનને 21-16, 21-14થી હરાવી હતી.