2019 વર્લ્ડ કપની ભારટીય ટીમ વિશે પૂછવા પર સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હું સિલેક્ટર્સ નથી. પરંતુ મને આશા છે કે હાલની ટીમના 85-90 ટકા ખેલાડી વર્લ્ડ કપમાં રમતા હશે. જોકે હાલમાં ભારતીય ટીમના સિલેક્ટર્સે કહ્યું હતું કે, આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને જ ટીમની પસંદગી કરવામાં આવી રહી છે. બાદમાં ઓસ્ટ્રેલિયા જઈને કોચ રવિ શાસ્ત્રીએ પણ સ્પષ્ટતા કરી હતી કે હવે ટીમમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે કારણ કે વર્લ્ડ કપ નજીક છે અને તેને લઈને રણનીતિ અત્યારથી જ નક્કી કરવી પડશે.
2/3
જ્યારે સૌરવ ગાંગુલીને ધોની વિશે પૂછવામાં આવ્યું તો તો તેમણે કહ્યું કે, ધોની એક ચેમ્પિયન છે. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ વિતેલા 12-13 વર્ષ તેના માટે શાનદાર રહ્યા છે. બસ હવે તેને સારું પ્રદર્શન કરવાનું છે. દાદાએ આગળ કહ્યું, જીવનમાં એવું હોવું જોઈએ. તમે જે પણ કામ કરો છે, જ્યાં પણ છો, જે ઉંમરમાં છો, તમારી પાસે જેટલો પણ અનુભવ છે, તમારા ટોચ પર રહીને પણ પ્રદર્શન કરવું પડશે બાકી કોઈ તમારું સ્થાન લઈ લેશે.
3/3
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટમાં લાંબો સમય ગાળ્યો છે અને હાલમાંતે પ્રશાસકની ભૂમિકામાં કોઈને કોઈ રીતે પોતાનું યોગદાન આપતા રહે છે. આવનારા દિવસોમાં વર્લ્ડ કપ 2019ની ચર્ચા વધુ વેગ પકડશે અને દિગ્ગજોના નિવેદન સાથે તેની શરૂઆત થઈ ગઈ છે. સૌરવ ગાંગુલી અનુસાર હાલની ટીમના મોટાભાગના ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં રમાનાર આગામી વર્લ્ડ કપમાં રમશે. ગાંગુલીએ વર્લ્ડ કપ 2019ને લઈને ધોનીને એક સલાહ આીપ છે.