શોધખોળ કરો
સાઉથ આફ્રિકાના દિગ્ગજ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને વિરાટ કોહલીની માફી માંગી, જાણો શું છે સમગ્ર મામલો
ભારત પ્રવાસમાં સાઉથ આફ્રિકાની સિલેક્શન કમિટીએ ડેલ સ્ટેનની ટી20 સીરિઝ માટે અવગણના કરતા ટીમમાં સ્થાન આપ્યું નથી.
કેપટાઉનઃ સાઉથ આફ્રિકાના દિગ્ગજ બોલર ડેલ સ્ટેન તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિ જાહેર કરતી વખતે તેણે કહ્યું કે, ટી20 અને વન ડે ક્રિકેટ પર ધ્યાન આપવામાં માંગે છે, પરંતુ ભારત પ્રવાસમાં સાઉથ આફ્રિકાની સિલેક્શન કમિટીએ ડેલ સ્ટેનની ટી20 સીરિઝ માટે અવગણના કરતા ટીમમાં સ્થાન આપ્યું નથી.
ભારત સામે સાઉથ આફ્રિકાની ટેસ્ટ અને ટી20 સીરિઝની જાહેરાત બાદ સ્ટેને, વિરાટ કોહલી અને ભારતીય ફેન્સની ટ્વિટર પર માફી માંગી છે. નીલ મેનથ્રોપ નામના એક યૂઝરે લખ્યું, ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા ભારત સામે ટેસ્ટ ને ટી20 સીરિઝ માટે ટીમની જાહેરાત બાદ એક ફૂટનોટ જોવા મળી. ક્રિસ મોરિસે ખુદને પસંદગી માટે ઉપલબ્ધ નહીં હોવાનું જણાવ્યું હતું.
આ ટ્વિટનો જવાબ આપતા સ્ટેન લખ્યું, મેં ખુદને ઉપલબ્ધ કરાવ્યો હતો પરંતુ કદાચ કોચંગ સ્ટાફ બદલાવાથી મારો નંબર નથી લાગ્યો. નીલ મેનથ્રોપે ફરી એક વખત સ્ટેનને ટ્વિટ કરીને લખ્યું,નવા પસંદગીકર્તા સ્પષ્ટ રીતે તમને મોટી મેચ માટે બચાવી રહ્યા છે. (નવા પસંદગીકર્તા કોણ છે?)
સ્ટેને આ ટ્વિટનો વ્યંગાત્મક જવાબ આપતાં લખ્યું, હું વિરાટ કોહલી અને 100 કરોડ લોકોની માફી માગું છું. તેનો આ વ્યંગ ક્રિકેટ સાઉથ આફ્રિકા માટે હતો. સ્ટેનના કહેવાનો અર્થ એટલો હતો કે ક્રિકેટ સાઉથ આફ્રિકા ભારતને મોટી ટીમ નથી માનતું અને આ કારણે તેની ટીમમાં પસંદગી કરવામાં નથી આવી.
ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો વિગત ટીમ ઈન્ડિયાના હેડ કોચની જાહેરાત આ તારીખે થશે, જાણો વિગતApologies to Virat and a billion people for thinking they not
— Dale Steyn (@DaleSteyn62) August 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement