સ્ટીવ સ્મિથ ફેન્સ સામે રડતા રડતાં કહ્યું કે, મારે કેટલાય દિવસો એવા ગયો કે હું પથારીમાંથી ઉભો પણ ન હતો થઇ શક્યો. હું બેડ પર રહ્યો અને સતત મને આ ઘટના યાદ આવી રહી હતી.
2/5
નોંધનીય છે કે, આ વર્ષે સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન સ્મિથ અને વોર્નર વિરુદ્ધ બૉલ ટેમ્પરિંગ કરવાનો આરોપ લાગ્યો હતો, ત્યારબાદ બન્ને જણા પર એકવર્ષનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.
3/5
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા અને બૉલ ટેમ્પરિંગ કેસમાં એકવર્ષનો પ્રતિબંધ ઝીલી રહેલા સ્ટીવ સ્મિથનું દુઃખ છલકાયુ છે. સ્ટીવ સ્મિથે બૉલ ટેમ્પરિંગ મામલે ખુલીને વાત કરતાં કહ્યું કે આ પછી મારી આખી જિંદગી બદલાઇ ગઇ.
4/5
બૉલ ટેમ્પરિંગ મામલે મીડિયા સાથે વાત કરતાં કરતાં સ્ટીવ સ્મિથે માફી માગી સાથે રડ્યો પણ ખરો. સ્મિથે કહ્યું કે, હવે હુ બરાબર છું, મારા માટે છેલ્લા કેટલાક દિવસો એકદમ ખરાબ ગયા, મેં જિંદગીમાં ઉતાર-ચઢાવ જોયા. મારા નજીકના લોકોએ મને આ સમયે સારો એવો સાથ આપ્યો.