શોધખોળ કરો

T20 WC, આજે ઓસ્ટ્રેલિયા સામે આ બે અનુભવી ખેલાડીઓનુ પત્તુ કપાશે, તેમની જગ્યાએ રમશે આ બે ઓલરાઉન્ડરો, જાણો વિગતે

ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતીય કેપ્ટન કોહલીએ સ્પષ્ટ કરી દધું છે કે, ટીમ ઈન્ડિયાના બેટીંગ ઓર્ડરમાં ટોપ-થ્રી નક્કી જ છે.

T20 WC, IND vs AUS Warm Up Match: ટી20 વર્લ્ડકપ 2021ની આજે બીજી પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાશે. પ્રથમ વૉર્મ અપ મેચમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગના સહારે ઇંગ્લેન્ડ સામે જીત મેળવી હતી. હવે આજની મેચથી આગામી 24 ઓક્ટોબરની પાકિસ્તાન સામેની મેચનુ ચિત્ર સ્પષ્ટ થશે. આજની મેચથી ખબર પડશે કે કયા ખેલાડીને પાકિસ્તાન સામેની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. આ માટે આજની પ્લેઇંગ ઇલેવન મહત્વની છે. ભારતીય સમય પ્રમાણે બપોરે 3.30 કલાકે મેચ શરૂ થશે. જાણો આજની મેચમાં કેપ્ટન વિરાટ કોહલી કોનુ પત્તુ કાપે છે અને કોને આપી શકે છે મોકો.......

ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતીય કેપ્ટન કોહલીએ સ્પષ્ટ કરી દધું છે કે, ટીમ ઈન્ડિયાના બેટીંગ ઓર્ડરમાં ટોપ-થ્રી નક્કી જ છે. રોહિત શર્મા અને કે.એલ. રાહુલ ઓપનિંગમાં નક્કી છે. જ્યારે કેપ્ટન કોહલી વન ડાઉન ઉતરશે. અગાઉ એવી અટકળો પણ ચાલી રહી હતી કે, પાકિસ્તાન સામેની ટી-૨૦માં કેપ્ટન કોહલી ઓપનિંગમાં આવીને સરપ્રાઈઝ આપી શકે. જોકે, ભારતીય કેપ્ટને આ શક્યતાને નકારી કાઢી હતી.

રોહિત શર્મા પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઉતર્યો નહતો. જોકે તે આજની પ્રેક્ટિસ મેચમાં રમશે તેમ મનાય છે. યુવા વિકેટકિપર-બેટસમેન ઈશાન કિશને ધમાકેદાર પર્ફોમન્સ આપતાં આક્રમક ૭૦ રન ફટકાર્યા હતા અને તે રિટાયર્ડ થયો હતો. તેણે આ શાનદાર ઈનિંગને સહારે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે દાવેદારી નોંધાવી છે.

આજની મેચમાં ભુવનેશ્વર કુમારના સ્થાને શાર્દુલ ઠાકુર અને અશ્વિનના સ્થાને જાડેજાને તક અપાય તેમ માનવામાં આવે છે. ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં ભુવનેશ્વર કુમારનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. આઇપીએલમાં પણ તેનું પર્ફોમન્સ ઉત્સાહજનક રહ્યું નહતુ અને ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં તેણે ચાર ઓવરમાં ૫૪ રન આપ્યા હતા. શમી ખર્ચાળ સાબિત થયો હતો, પણ તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહે ૪ ઓવરમાં માત્ર ૨૬ રન આપતાં એક વિકેટ ઝડપી હતી. અશ્વિને બેટસમેનો પર નિયંત્રણ રાખ્યું હતુ, પણ તેને  વિકેટ મળી શકી નહતી. જ્યારે રાહુલ ચાહરે ૪ ઓવરમાં ૪૩ રન આપ્યા હતા. ભુવનેશ્વરનું ફોર્મ જોતા ટીમ ઈન્ડિયા શાર્દૂલ ઠાકુરને તક આપી શકે છે. 

ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા---
વિરાટ કોહલી,( કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

સ્ટેન્ડ બાય ખેલાડીઃ શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ, દીપક ચહર

આ ખેલાડીઓ કરાવશે પ્રેક્ટિસ
આ ઉપરાંત અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમન મેરિવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે.ગૌથમ ટીમ ઈન્ડિયાના બાયો બબલમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે રહેશે.

ટોપ સ્ટોરી

સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Embed widget