ધોનીને આવતો જોઇને કયો પાકિસ્તાની ખેલાડી ચાલુ પ્રેક્ટિસ છોડીને તેને મળવા દોડી ગયો, ધોની...ધોનીની બૂમો પાડી ને પછી........... વીડિયો વાયરલ
શાહનવાબ દહાની પ્રેક્ટિસ કરી રહ્યો છે, અને ધોની ત્યાથી પસાર થઇ રહ્યો છે. સામાન્ય રીતે ભારત અને પાકિસ્તાન ખેલાડીઓ વચ્ચે દોસ્તાના સંબંધો છે.
નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપમાં આજે મહામુકાબલો છે, ભારત અને પાકિસ્તાન બે કટ્ટર હરિફો આજે ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં ટકરાશે. 24 ઓક્ટોબરના આ હાઇવૉલ્ટેજ મેચ પહેલા બન્ને ટીમોના ખેલાડીઓ જોરાદાર પ્રેક્ટિસ કરી હતી. ત્યારે આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ધોની અને પાકિસ્તાની યુવા ક્રિકેટર શાહનવાબ દહાની દેખાઇ રહ્યો છે. ખરેખરમાં, આ બન્ને ખેલાડીઓની દુરથી એકબીજા સાથે મુલાકાત થઇ હતી. જુઓ વીડિયો.....
ખરેખરમાં વાયરલ થયેલા વીડિયોમાં જોઇએ તો, શાહનવાબ દહાની પ્રેક્ટિસ કરી રહ્યો છે, અને ધોની ત્યાથી પસાર થઇ રહ્યો છે. સામાન્ય રીતે ભારત અને પાકિસ્તાન ખેલાડીઓ વચ્ચે દોસ્તાના સંબંધો છે. ભલે ક્રિકેટના મેદાન પર બન્ને ટીમે એકબીજા માટે કટ્ટર અભિગમ અપનાવતી હોય પરંતુ મેદાનની બહાર બધા ખેલાડીઓ એકબીજા સાથે સારી રીતે વર્તન કરે છે.
મેચ પહેલા પાકિસ્તાની ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી, આ સેશન દરમિયાન પાકિસ્તાન ટીમનો યુવા બૉલર શાહનવાઝ દહાની બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, બસ, આ સમય દરમિયાન ટીમ ઇન્ડિયાના મેન્ટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ત્યાંથી પસાર થાય છે. ધોનીને જોઇને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલો શાહનવાઝ દહાની ધોનીને જોઇને ઉતાવળે ધોની ધોનીની બૂમો પાડવા લાગે છે, અને હાથ ઉંચો કરીને થમ્બઅપ કરે છે. તો સામે ધોની પણ તેને થમ્પઅપ કરે છે. આ દરમિયાન શાહનવાઝ દહાની પોતાની ઓળખાણ આપતા બોલે છે તમે ધોની છો, હું દહાની છું..... આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
Pakistan bowling sensation ShahnawazDahani looks exited to see the legend @msdhoni ..
— Shakir Abbasi (@ShakirAbbasi22) October 22, 2021
"Aap #Dhoni hain ..mai Dahani hon"#PakVsInd #India vs #Pakistan #T20WorldCup pic.twitter.com/9xZe6Vq6Yb
સમાચાર એજન્સી એએનઆઇના રિપોર્ટ પ્રમાણે, આઇસીસી એકેડમીમાં ટ્રેનિંગ સેશનમાં ભાગ લેતા સમયે પાકિસ્તાન અને ભારતના ખેલાડીઓ વચ્ચે દોસ્તાના સંબંધો જોવા મળ્યા. વિરાટ કોહલી, મોહમ્મદ શમી, અને ઋષભ પંત ફૂટબૉલ રમતા દેખાયા.