શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સહિત આ ખેલાડીઓને મળશે અર્જુન એવોર્ડ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
અર્જુન એવોર્ડ માટે બીસીસીઆઈએ ચાર ક્રિકેટરોના નામ મોકલ્યા હતા. જેમાં જાડેજા ઉપરાંત મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને પૂનમ યાદવનું નામે સામેલ હતું.

નવી દિલ્હીઃ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ બાદ અર્જુન એવોર્ડ માટે 19 નામોની જાહેરાત થઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અને સૌરાષ્ટ્રના ખેલાડી રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી પૂનમ યાદવનું નામ પણ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે.
અર્જુન એવોર્ડ માટે બીસીસીઆઈએ ચાર ક્રિકેટરોના નામ મોકલ્યા હતા. જેમાં જાડેજા ઉપરાંત મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને પૂનમ યાદવનું નામે સામેલ હતું. વિવિધ રમતમાં શાનદાર દેખાવ કરનારા ખેલાડીઓને સન્માન રૂપે આ એવોર્ડ આપવામાં આવે છે. જે માટે અલગ-અલગ રમત બોર્ડ ખેલાડીઓના નામ ખેલ મંત્રાલયને મોકલે છે.
જે ખેલાડીઓના નામની ભલામણ કરવામાં આવે છે તેમાંથી જ એવોર્ડ મળે છે. આ એવોર્ડની શરૂઆત 1961થી થઈ હતી અને વિજેતાને નિશાન લગાવતા અર્જુનની મૂર્તિ સાથે 5 લાખ રૂપિયા મળે છે. જાડેજાએ તાજેતરમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર દેખાવ કરીને ખુદને સાબિત કર્યો હતો.
જાડેજાએ અત્યાર સુધીમાં 41 ટેસ્ટ, 156 વન ડે અને 42 ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે 59 બોલમાં 77 રનની આક્રમક ઈનિંગ રમી હતી, તેમ છતાં ભારતનો આ મેચમાં 18 રને પરાજય થયો હતો. જેની સાથે જ ભારતના વર્લ્ડકપ અભિયાનનો અંત આવ્યો હતો પરંતુ તેમ છતાં સ્પોર્ટ્સ જગતમાં જાડેજાની ઈનિંગની પ્રશંસા થઈ હતી.
દિલ્હીઃ AIIMSમાં લાગી ભીષણ આગ, શાર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી 85 એપ્સ, શું તમે પણ કરી છે ડાઉનલોડ, જાણો વિગતે હાર્દિક પંડ્યાએ ખરીદી ધોની-કોહલીથી પણ મોંઘી કાર, જુઓ તસવીરો
અર્જુન એવોર્ડ માટે બીસીસીઆઈએ ચાર ક્રિકેટરોના નામ મોકલ્યા હતા. જેમાં જાડેજા ઉપરાંત મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને પૂનમ યાદવનું નામે સામેલ હતું. વિવિધ રમતમાં શાનદાર દેખાવ કરનારા ખેલાડીઓને સન્માન રૂપે આ એવોર્ડ આપવામાં આવે છે. જે માટે અલગ-અલગ રમત બોર્ડ ખેલાડીઓના નામ ખેલ મંત્રાલયને મોકલે છે.
જે ખેલાડીઓના નામની ભલામણ કરવામાં આવે છે તેમાંથી જ એવોર્ડ મળે છે. આ એવોર્ડની શરૂઆત 1961થી થઈ હતી અને વિજેતાને નિશાન લગાવતા અર્જુનની મૂર્તિ સાથે 5 લાખ રૂપિયા મળે છે. જાડેજાએ તાજેતરમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર દેખાવ કરીને ખુદને સાબિત કર્યો હતો.
જાડેજાએ અત્યાર સુધીમાં 41 ટેસ્ટ, 156 વન ડે અને 42 ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે 59 બોલમાં 77 રનની આક્રમક ઈનિંગ રમી હતી, તેમ છતાં ભારતનો આ મેચમાં 18 રને પરાજય થયો હતો. જેની સાથે જ ભારતના વર્લ્ડકપ અભિયાનનો અંત આવ્યો હતો પરંતુ તેમ છતાં સ્પોર્ટ્સ જગતમાં જાડેજાની ઈનિંગની પ્રશંસા થઈ હતી.
દિલ્હીઃ AIIMSમાં લાગી ભીષણ આગ, શાર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી 85 એપ્સ, શું તમે પણ કરી છે ડાઉનલોડ, જાણો વિગતે હાર્દિક પંડ્યાએ ખરીદી ધોની-કોહલીથી પણ મોંઘી કાર, જુઓ તસવીરો વધુ વાંચો