શોધખોળ કરો
Advertisement
ગર્લફ્રેન્ડ ઈશા નેગી સાથે ફોટો શેર કરીને ક્રિકેટર ઋષભ પંતે શું લખ્યું? જાણીને નવાઈ લાગશે
ભારતીય વિકેટકીપર ઋષભ પંતે સોશિયલ મીડિયા પર ગર્લફ્રેન્ડ ઈશા નેગી સાથેની એક તસવીર શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, જ્યારે તારી સાથે હોવ છું ત્યારે પોતાને વધુ પસંદ કરવા લાગું છું.
નવી દિલ્હી: શુક્રવારે ભારતીય વિકેટકીપર ઋષભ પંતે સોશિયલ મીડિયા પર ગર્લફ્રેન્ડ ઈશા નેગી સાથેની એક તસવીર શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, જ્યારે તારી સાથે હોવ છું ત્યારે પોતાને વધુ પસંદ કરવા લાગું છું. જ્યારે ઈશા નેગીએ પણ પોતાના અકાઉન્ટ પર બંનેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, આ પાંચમું વર્ષ છે. આ રીતે પંત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
ઋષભ પંતે આ પહેલા પણ ઈશા સાથે પહેલીવાર ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. જોકે તે સમયે પંતે તે યુવતી અંગે ખુલાસો કર્યો નહતો કે જે તેની સાથે આ તસવીરમાં જોઈ શકાતી હતી. ઈશા પણ પંતની જેમ દિલ્હીની રહેવાસી છે અને ઈન્ટીરિયર ડિઝાઈનર છે. તેણે એમિટી યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું.
પંત હવે શ્રીલંકા સામેની T-20 સીરિઝમાં રમતો જોવા મળશે. ત્રણ મેચની સીરિઝમાં ભારત પ્રથમ મેચ 5 જાન્યુઆરીએ ગુવાહાટી, બીજી મેચ 7 જાન્યુઆરીએ ઇન્દોર અને ત્રીજી મેચ 10 જાન્યુઆરીના રોજ પુણે ખાતે રમશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement