શોધખોળ કરો

Emma Raducanu એ રચ્યો ઇતિહાસ, 18 વર્ષની ઉંમરમાં પોતાના નામે કર્યું US Open ટાઇટલ

ફાઇનલ મેચમાં રાદુકાનુએ લીલહને વાપસી કરવાની તક આપી નહોતી. લીલહએ પ્રથમ સેટમાં રાદુકાનુને ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સેટ જીતવામાં સફળતા મળી નહોતી.

નવી દિલ્હીઃ બ્રિટનની એમ્મા રાદુકાનું (emma raducanu)એ 18 વર્ષની ઉંમરમાં યુએસ ઓપન મહિલા સિંગલ્સની ફાઇનલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. એમ્મા રાદુકાનુંએ ફાઇનલ મેચમાં કેનેડાની લીલહ ફર્નાડિઝ (leylah fernandez)ને 6-4,6-3થી હાર આપી યુએસ ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. રાદુકાનુ 53 વર્ષ બાદ યુએસ ઓપન જીતનારી બ્રિટનની  પ્રથમ મહિલા ખેલાડી બની છે.

ફાઇનલ મેચમાં રાદુકાનુએ લીલહને વાપસી કરવાની તક આપી નહોતી. લીલહએ પ્રથમ સેટમાં રાદુકાનુને ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સેટ જીતવામાં સફળતા મળી નહોતી. બીજા સેટમાં રાદુકાનુએ જોરદાર રમત બતાવતા મેચને સરળતાથી જીતી લીધી હતી.યુએસ ઓપનના ટ્વિટર હેન્ડલ તરફથી રાદુકાનુને જીતના અભિનંદન આપ્યા હતા. આ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે 53 વર્ષનો ઇતેંજાર ખત્મ થયો. રાદુકાનુ 1968 બાદ યુએસ ઓપન જીતનારી પ્રથમ બ્રિટિશ મહિલા ખેલાડી બની ગઇ છે.

2021 યુએસ ઓપનમાં એમ્માનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આખી ટુનામેન્ટ દરમિયાન સારુ પ્રદર્શન દાખવતા એક પણ સેટ ગુમાવ્યો નથી. યુએસ ઓપન 2021માં એમ્માએ કુલ 9 મેચ રમી અને તમામની અંદર સીધા સેટોથી જીત મેળવી છે. યુએસ ઓપન 2021માં તેણે કુલ મળીને 18 સેટ પોતાના નામે કર્યા હતા.

નોંધનીય છે કે એમ્માએ યુએસ ઓપન દરમિયાન પોતાના પ્રદર્શનથી તમામ લોકોને ચોંકાવ્યા હતા. ટુનામેન્ટની શરૂઆત અગાઉ તે રેન્કિંગમાં 150મા નંબર પર હતી. આટલા ઓછા રેન્કિંગ સાથે તેણે ઇતિહાસ રચી દીધો છે. ફર્નાન્ડિઝની રેન્કિંગ પણ 73મી હતી અને તેણે આખી ટુનામેન્ટ દરમિયાન સારુ પ્રદર્શન કર્યું છે.

ભારતીય ખેલાડીઓ આઇપીએલ રમવા યુએઇ જશે

કોરોનાના ખોફના કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પાંચમી મેચ રદ્દ થઈ ગઈ છે. આ મુકાબલો 10 થી 14 સપ્ટેમ્બર સુધી રમાવાનો હતો. મેચ રદ્દ થવાના કારમે ભારતીય ખેલાડી આઈપીએલ-14ના બીજા તબક્કા માટે યુએઈ જવા રવાના થશે.ખેલાડીઓને યુએઈમાં 6 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
IND vs NZ: પહેલી T20 મેચમાં બની ગયા અધધ રેકોર્ડ,સૂર્યકુમાર યાદવએ બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
IND vs NZ: પહેલી T20 મેચમાં બની ગયા અધધ રેકોર્ડ,સૂર્યકુમાર યાદવએ બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
Embed widget