ટોક્યો ઓલિમ્પિક્સ, ભારતના ક્યા બે કુશ્તીબાજે ભારતના બે મેડલ કર્યા પાકા ?
ભારત એક સિલ્વર અને એક બ્રોંઝ મળી કુલ બે મેડલ સાથે 64માં ક્રમે છે.
Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 13મો દિવસ છે અને ભારત માટે શાનદાર શરૂઆત થઈ છે. દીપક પુનિયા અને રવિ દહિયા કુસ્તીની સેમી ફાઈનલમાં પહોંચ્યા છે.
પહેલવાન દીપક પુનિયાએ 86 કિલોગ્રામ કેટેગરીમાં નાઇજિરિયાના એક્રેમી એગીઓમોરને હાર આપી હતી. જ્યારે આ રવિ દહીયા કુશ્તીના 57 કિલોગ્રામ વેટ કેટેગરીના સેમી-ફાઈનલમાં પહોચી ગયા છે. તેમણે બુલ્ગારિયાના પહેલવાનને હરાવ્યો છે.
મેડલ ટેલીમાં ભારત કેટલામાં ક્રમે છે
ચીન 32 ગોલ્ડ, 21 સિલ્વર અને 16 બ્રોંઝ મળી કુલ 69 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. અમેરિકા 25 ગોલ્ડ, 29 સિલ્વર અને 21 બ્રોંઝ મળી 75 મેડલ સાથે બીજા ક્રમે છે. જ્યારે જાપાન 20 ગોલ્ડ, 7 સિલ્વર અને 11 બ્રોંઝ મેડલ મળી કુલ 38 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. ભારત એક સિલ્વર અને એક બ્રોંઝ મળી કુલ બે મેડલ સાથે 64માં ક્રમે છે.
#TokyoOlympics: Indian wrestler Ravi Kumar Dahiya beats Georgi Vangelov in men's freestyle (57kg) 1/4 Final to move into semis pic.twitter.com/oruRARGBK8
— ANI (@ANI) August 4, 2021
ભાલા ફેંકમાં પણ શાનાદાર દેખાવ
જેવલીન થ્રો એટલે કે ભાલા ફેંક સ્પર્ધાની ફાઈનલમાં ભારતીય ખેલાડી નિરજ ચોપડાએ પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ છે. ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ પ્રયાસમાં જ નિરજે 86.65 મીટર દુર ભાલુ ફેંકીને ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ છે. તો ક્વોલિફાઈંગ રાઉંડમાં પણ નિરજ ચોપડા ટોપ પર રહ્યો છે. હવે સાત ઓગસ્ટે ભાલા ફેંકનો ફાઈનલ મુકાબલો હશે.
મહિલા હોકી ટીમની આજે સેમીફાઈનલમાં મેચ
ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચી ચુકેલ ભારતીય મહિલા હોકી ટીમ આજે સેમીફાઈનલમાં આર્જેટિના સામે ટકરાશે. બપોરે સાડા ત્રણ વાગ્યે આર્જેટિનાની ટીમ સામે જીતના વિશ્વાસ સાથે ભારતીય મહિલા હોકી ટીમ મેદાનમાં ઉતરશે. સેમીફાઈનમાં ભારતીય મહિલા હોકી ટીમ કમાલ કરીને જીત મેળવે તેવી સૌ ભારતવાસીઓ પ્રાર્થના કરી રહ્યાં છે.
ટોક્યો ઓલિમ્પિકમાં પુરૂષ હોકી ટીમની સેમીફાઈનલમાં હાર બાદ હવે બધાની નજર મહિલા હોકી ટીમ પર છે. દરેક આજે દેશની દીકરીઓની જીતની દુઆ કરી રહ્યું છે. ભારતીય મહિલા હોકી ટીમ આજે પોતાના ઓલિમ્પિક ગોલ્ડ મેડલથી બસ બે કદમ દુર છે. જો કે અગાઉ સેમીફાઈનલ મુકાબલામાં આર્જેટિનાની ટીમને પરાસ્ત કરવી પડશે. જો કે ભારતીય મહિલા ટીમે અહીં સુધી પહોંચવા માટે ત્રણ વખત ચેમ્પિયન રહેલ ઓસ્ટ્રેલિયાની ટીમને 1-0થી હરાવીને બહારનો રસ્તો દેખાડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમની હરાવીને ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે.
મુક્કેબાજ લવલીનાની મેચ
ટોક્યો ઓલિમ્પિકમાં પહેલેથી જ મેડલ સુરક્ષિત કરી ચુકેલ ભારતીય મુક્કેબાજ લવલીના બોરગોહન આજે તુર્કીની હાલની વિશ્વ ચેમ્પિયન બુસેનાઝ સુરમેનેલી વિરૂદ્ધ જીત મેળવીને ઓલિમ્પિકના ફાઈનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે. આસામની 23 વર્ષીય લવલીના ઈતિહાસ રચનાની કગાર પર છે. મેડલ સુરક્ષિત કરીને તે પહેલી જ વિજેંદર સિંહ અને મેરીકોમની બરાબરી કરી ચુકી છે. લવલીનાનું લક્ષ્યાંક હવે ફાઈનલમાં પહોંચવાનું છે. પાછલા મુકાબલામાં ચીની તાઈપેઈની પૂર્વ વિશ્વ ચેમ્પિયન નીની ચિન ચેનને મ્હાત આપી હતી. મુકાબલા બાદ તેમણે કહ્યું હતુ કે મેડલ તો બસ ગોલ્ડ હોય છે. જેને મને હાંસલ કરવા દો.