વિરાટના નામે નોંધાયો વનડે-ટી20 અને ટેસ્ટમાં એકસરખો રેકોર્ડ, જાણીને ચોંકી જશો તમે.......
વિરાટ કોહલી દુનિયાનો એવો પહેલો ક્રિકેટર બની ગયો છે જેને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 50 કે તેનાથી વધુ જીત નોંધી હોય.
મુંબઇઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ આજે પ્રથમ સેશન દરમિયાન જ પુરી થઇ ગઇ, ભારતીય ટીમે શાનદાર બૉલિંગ કરતા કિવી ટીમને 372 રનથી માત આપીને સીરીઝ પર 1-0થી કબજો જમાવી દીધો હતો. ભારતીય ક્રિકેટ ટીમે કિવી ટીમને મુંબઇના વાનખેડે સ્ટેડિયમમા રમાયેલી બીજી ટેસ્ટમાં 372 રનોના વિશાળ અંતરથી હાર આપી છે, આ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી જીત પણ બની ગઇ છે. આ પહેલા 337 રનની જીત સૌથી મોટી જીત હતી, જે 2015માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેળવી હતી. કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રૉ રહી હતી. આ જીત સાથે જ કેપ્ટન કોહલીએ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે.
કેપ્ટન કોહલીની મોટી સિદ્ધિ -
કેપ્ટન કોહલી પ્રથમ કાનપુર ટેસ્ટમાં ન હતો રમ્યો, તેની જગ્યાએ રહાણેએ કેપ્ટનશીપ સંભાળી હતી, જોકે બીજી મુંબઇ ટેસ્ટમાં કેપ્ટન કોહલીની વાપસી થઇ હતી, અને સીરીઝની બીજી ટેસ્ટમાં કિવી ટીમ સાથે ટીમ ઇન્ડિયા જીત મેળવી, આ કોહલીની કેપ્ટન તરીકેની 50મી ટેસ્ટ જીત હતી. આ સાથે જ કોહલીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 50 મેચો જીતનારો કેપ્ટન બની ગયો હતો. વિરાટ કોહલી દુનિયાનો એવો પહેલો ક્રિકેટર બની ગયો છે જેને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 50 કે તેનાથી વધુ જીત નોંધી હોય.
કેપ્ટન કોહલી- 50 જીતનો આંકડો
ટેસ્ટ - 97 મેચોમાં 50 જીત- (2011 થી 2021 સુધી)
વનડે - 254 મેચોમાં 153 જીત - (2008 થી 2021 સુધી)
ટી20 - 95 મેચોમાં 59 જીત - (2010 થી 2021 સુધી)
Congratulations @imVkohli. The first player with 50 international wins in each format of the game.#TeamIndia pic.twitter.com/51zC4hceku
— BCCI (@BCCI) December 6, 2021
CHAMPIONS 👏👏
— BCCI (@BCCI) December 6, 2021
This is #TeamIndia's 14th consecutive Test series win at home.#INDvNZ @Paytm pic.twitter.com/FtKIKVCzt8
આ પણ વાંચો.............
વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ
ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર
Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી