વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં મેન ઓફ ધ સીરીઝ રહેલ પૃથ્વી શોની સાથે પણ કોહલીએ એક તસવીર શેર કરી હતી. કોહલીએ પૃથ્વીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ દરમિયાન ટેસ્ટ કેપ આપી હતી.
2/5
આ પહેલા વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ વનડે સીરીઝ દરમિયાન કોહલીએ ટીમના યુવા ફાસ્ટ બોલર ખલીલ અહમદની સાથે પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
3/5
પોતાની આ પોસ્ટના કેપ્શનમાં વિરાટ કોહલીએ લખ્યું, ઓસ્ટ્રેલિયામાં ફરી આવીને સારું લાગે છે. આગામી કેટલાક સપ્તાહ આ ચેમ્પિયનની સાથે પૂરી રીતે તૈયાર છીએ. તમને જણાવીએ કે, કેપ્ટન વિરાટ કોહલી પોતની ટીમના નવા અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપતા રહે છે જેથી તેમના પર કોઈપણ જાતનું દબાણ ન રહે.
4/5
કોહલીનો આ ખાસ ખેલાડી કોઈ અન્ય નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત છે. કોહલીએ ઓસ્ટ્રેલિયાના મુશ્કેલ પ્રવાસ પહેલા પંત સાથેની તસવીર શેર કરી છે.
5/5
નવી દિલ્હીઃ વિરાટ કોહલી પોતાની સેનાની સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાની ટીમના એક ખાસ ખેલાડીની તસવીર પણ શેર કરી છે.