રવિ શાસ્ત્રીએ ક્રિકબઝ વેબસાઇટને કહ્યું હતું કે, વિરાટ એવા મહાન ખેલાડીઓમાં સામેલ છે જે જવાબ આપવાનું જાણે છે. તે હાવી બનીને રમવા ઇચ્છે છે અને કામને લઈને તેના જેવો પ્રતિબદ્ધ બીજો ખેલાડી કોઈ નથી. મને લાગે છે કે ભારત ભાગ્યશાળી છે કે તેની પાસે આવો કેપ્ટન છે. તે મને આ મામલે ઇમરાન ખાનની યાદ અપાવે છે.
2/2
નવી દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીના પ્રશંસક ગણાતા અને ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટની તુલના ક્રિકેટના બે મહાન ખેલાડીઓ સાથે કરી છે. શાસ્ત્રીએ કહ્યું કે, વિરાટને જોઈને તેને સર વિવિયન રિચર્ડ્સ અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાનની યાદ આવે છે.