શોધખોળ કરો
Advertisement
કોહલી નહીં તોડી શકે તેંડુલકરનો આ એક જ રેકોર્ડ, જાણો કોણે કરી ભવિષ્યવાણી
એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ આક્રમક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે, . વિરાટ વર્તમાન પેઢીનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને સચિન તેંડુલકરના એક રેકોર્ડને બાદ કરતાં મોટાભાગના તમામ રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
નવી દિલ્હીઃ ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી ટેસ્ટ મેચ શ્રેણીનો પ્રારંભ થવાની સાથે બંને દેશો આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ કરશે. વન ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી અને તેને જ ટેસ્ટમાં જાળવી રાખશે તેમ માનવામાં આવી રહી છે. કોહલી સચિનના અનેક રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યો છે. પોતાની શાનદાર બેટિંગ અને રનોની ભૂખના કાણ કોહલી તેંડુલકરના કેટલાક રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ચુક્યો છે.
એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ આક્રમક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે, હાલ કોહલી વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેને છે. તે જે રીતે રન બનાવી રહ્યો છે તેનો કોઈ જવાબ નથી. વિરાટ વર્તમાન પેઢીનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને સચિન તેંડુલકરના એક રેકોર્ડને બાદ કરતાં મોટાભાગના તમામ રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
સચિનનો 200 ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ કોઈ તોડી નહીં શકે. મને નથી લાગતું કે કોઈ વર્તમાન ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાં આટલી મેચ રમશે. તેંડુલકરે વન ક્રિકેટમાં 44.83ની સરેરાસથી 18,426 રન બનાવ્યા છે, જ્યારે કોહલીએ 230 વન ડે ઈનિંગમાં 60.31ની સરેરાશથી 11,520 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીએ 77 ટેસ્ટની 131 ઈનિંગમં 25 સદી ફટકારી છે, જ્યારે સચિને 200 ટેસ્ટની 329 ઈનિંગમાં થઈ કુલ 51 સદી મારી છે.
પતિ વગર જ હનીમૂન પર જશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગતે
IND v WI: ટીમ ઈન્ડિયાના આ ધૂરંધર ખેલાડી 7 મહિના બાદ રમશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, જાણો વિગત
આ આલીશાન બંગલામાંથી જ CBI ચિદમ્બરમને ઉઠાવીને લઈ ગઈ, જાણો કેટલી છે કિંમત, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement