શોધખોળ કરો
ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહેલી 'બૉટલ કેપ ચેલેન્જ'ને વિરાટે પણ અનોખી રીતે પુરી કરી, વીડિયો વાયરલ
'બૉટલ કેપ ચેલેન્જ'ને વિરાટ કોહલીએ બેટથી બૉટલનું ઢાંકણ ખોલીને પુરી કરી હતી, સાથે કૉચ શાસ્ત્રી કૉમેન્ટ્રી કરતા હતા, આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે

મુંબઇઃ છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહેલી 'બૉટલ કેપ ચેલેન્જ'ને વિરાટ કોહલીએ પણ હવે પુરી કરી દીધી છે. હાલમાં વેસ્ટ ઇન્ડિઝ ટૂર પર ગયેલા વિરાટ કોહલીએ આ ચેલેન્જ કૉચ રવિ શાસ્ત્રીની કૉમેન્ટ્રીની સાથે પુરી કરી છે. આ ચેલેન્જને છેલ્લા કેટલાક દિવસોથી બૉલીવુડ સ્ટાર, ટેલીવિઝન સ્ટારથી લઇને ક્રિકેટ જગતના લોકો 'બૉટલ કેપ ચેલેન્જ'ને પુરી કરી ચૂક્યા છે. કોહલીએ આ વીડિયોને ટ્વીટર પર શેર કર્યો છે.
'બૉટલ કેપ ચેલેન્જ'ને વિરાટ કોહલીએ બેટથી બૉટલનું ઢાંકણ ખોલીને પુરી કરી હતી, સાથે કૉચ શાસ્ત્રી કૉમેન્ટ્રી કરતા હતા, આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
'બૉટલ કેપ ચેલેન્જ'ને વિરાટ કોહલીએ બેટથી બૉટલનું ઢાંકણ ખોલીને પુરી કરી હતી, સાથે કૉચ શાસ્ત્રી કૉમેન્ટ્રી કરતા હતા, આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. Better late than never.????????#BottleCapChallenge pic.twitter.com/mjrStZxxTi
— Virat Kohli (@imVkohli) August 10, 2019
વધુ વાંચો





















