શોધખોળ કરો
Advertisement
વીરેન્દ્ર સેહવાગે World Cup 2019 માટે પસંદ કરી ભારતીય ટીમ, આ ખેલાડીઓને આપ્યું સ્થાન
વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. આ પહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ઇંગ્લને્ડમાં આયોજીત વર્લ્ડ કપ માટે ભારયી ટીમના 15 સભ્યોની પસંદગી કરી હતી.
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. આ પહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ઇંગ્લને્ડમાં આયોજીત વર્લ્ડ કપ માટે ભારયી ટીમના 15 સભ્યોની પસંદગી કરી હતી. વીરેન્દ્ર સેહવાગની આ ટીમમાં કેટલાક નવા ચેહરા પણ છે, જે હજુ સુધી થોડા જ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. સેહવાગે 2015 ક્રિકેટ વર્લ્ડકપ રમનારા 7 ખેલાડીઓને નવી યાદીમાં જગ્યા આપી છે. જ્યારે 8 ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો છે.
વિરેન્દ્ર સેહવાગે પોતાની પસંદગીની વર્લ્ડકપ ટીમમાં અંબાતી રાયૂડુને બહાર કરી દીધો છે. સાથે જ સેહવાગે આર.અશ્વિનને પણ બહારનો રસ્તો બતાવ્યો છે. સેહવાગે 2015 વર્લ્ડકપની યાદીમાંથી સ્ટુઅર્ટ બિન્ની, ઉમેશ યાદવ અને અંબાતી રાયૂડુને બહાર કરી તેમની જગ્યાએ વિજય શંકર, લોકેશ રાહુલ અને રિષભ પંત પર વિશ્વાસ બતાવ્યો છે. લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી ઝઝુમી રહેલા લોકેશ રાહુલ પણ સેહવાગનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો છે. 2019ના વર્લ્ડકપ માટે સેહવાગની ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસકેપ્ટન), શિખર ધવન,એમએસ ધોની,રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કેદાર જાધવ, લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વિજય શંકર, જસપ્રિત બુમરાહ,રિષભ પંતMy Team India for the 2019 World Cup. 7 players from the 2015 team, 8 replacements ! What is your team ? pic.twitter.com/37QPZ9Z267
— Virender Sehwag (@virendersehwag) April 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement