શોધખોળ કરો
સેહવાગે હાર્દિક પંડ્યાને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે હાર્દિક પંડ્યાને લઇ મોટું નિવેદન આપ્યું છે. સેહવાગે કહ્યું કે, હાર્દિક એવો ખેલાડી છે, જેનો કોઇ વિકલ્પ ન હોઇ શકે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે હાર્દિક પંડ્યાને લઇ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, હાર્દિક પંડ્યા જેવો કોઇ પ્રતિભાશાળી ખેલાડી નથી. ભારત માટે અનેક વખત આક્રમક ઇનિંગ રમી ચુકેલા સેહવાગે કહ્યું કે, હાર્દિક એવો ખેલાડી છે, જેનો કોઇ વિકલ્પ ન હોઇ શકે. હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા આઈપીએલમાં બોલિંગ અને બેટિંગથી ખાસ કમાલ દર્શાવ્યો હતો. આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી પણ હાર્દિકે ફટકારી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા હાર્દિકે 402 રન બનાવવાની સાથે 14 વિકેટ પણ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ થોડા સમય પહેલા ટીવી શો કોફી વિથ કરણમાં મહિલા વિરોધી નિવેદનના કારણે વિવાદોમાં આવ્યો હતો. જેના કારણે હાર્દિક અને તેની સાથે શોમાં સામેલ થયેલા લોકેશ રાહુલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ પુનરાગમન કરતાં બંનેએ શાનદાર પ્રદર્શન કર્યં હતું. આઈપીએલમાં પણ બંનેએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાના ખેલાડીએ કહ્યું, રોહિત શર્મા મારી પત્ની નથી, જાણો બીજું શું કહ્યું વર્લ્ડકપઃ શાસ્ત્રીએ કેદાર જાદવ અને ચોથા ક્રમના બેટ્સમેનને લઇ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત ધોરણ-10 બોર્ડનું પરિણામ 21મી મેના રોજ થશે જાહેર, જુઓ વીડિયો
વધુ વાંચો





















