શોધખોળ કરો
Advertisement
ભારતને ઘરઆંગણે હરાવવા દ.આફ્રિકાના પૂર્વ કેપ્ટને પસંદ કરી પોતાની ટીમ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે ગ્રીમ સ્મિથ અને લક્ષ્મણે પસંદ કરેલી આ ડ્રીમ ટીમમાં દુનિયાભરના મહાન ક્રિકેટરોને સામેલ કરવામા આવ્યા છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝમાં પોતાનો દબદબો બનાવી રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચોમાં હાલ ભારતીય ટીમ 200 પૉઇન્ટ મેળવીને ટૉપ પર છે, સાથે સાથે પોતાના ઘરઆંગણે સતત 11 ટેસ્ટ સીરીઝ જીતીને ભરપુર આત્મવિશ્વાસ સાથે ક્રિકેટ રમી રહી છે. હાલ ભારતે વેસ્ટ ઇન્ડિઝ બાદ સાઉથ આફ્રિકાને ટેસ્ટ સીરીઝમાં કારમી હાર આપી છે.
આંકડા અને વર્તમાન ફોર્મને જોતા લાગે છે કે ભારતને ઘરઆંગણે ટેસ્ટ મેચોમાં હરાવવુ આસાન નથી રહ્યું, કોહલીની કેપ્ટનશીપમાં બેટ્સમેનોથી લઇને બૉલરો પણ ઘાતક ફોર્મમાં દેખાઇ રહ્યાં છે. ત્યારે ભારતને હરાવવા એક ડ્રીમ ટીમને તૈયાર કરવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને ભારતીય પૂર્વ દિગ્ગજ વીવીએસ લક્ષ્મણે એક ડ્રીમ ટીમને સિલેક્ટ કરી છે, તેમના મતે આ ટીમ ભારતને ઘરઆંગણે હરાવવા સક્ષમ છે.
ગ્રીમ સ્મિથ અને વીવીએસ લક્ષ્મણની ડ્રીમ પ્લેઇંગ ઇલેવન......
ડીન એલ્ગર
તમિમ ઇકબાલ
કેન વિલિયમસન
સ્ટીવ સ્મિથ
બાબર આઝમ
શાકિબ અલ હસન
બેન સ્ટૉક્સ
ક્વિન્ટૉન ડી કૉક (વિકેટકીપર)
પેટ કમિન્સ
જોફ્રા આર્ચર
નાથન લિયૉન
ઉલ્લેખનીય છે કે ગ્રીમ સ્મિથ અને લક્ષ્મણે પસંદ કરેલી આ ડ્રીમ ટીમમાં દુનિયાભરના મહાન ક્રિકેટરોને સામેલ કરવામા આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement