શોધખોળ કરો
Advertisement
વકાર યૂનિસે બુમરાહ, ઈશાંત શર્મા અને શમીના કર્યા વખાણ, કહ્યું- ત્રણેય ટીમને ટોપ પર લઈ ગયા
વકાર યૂનિસે કહ્યું કે ટીમ ઈન્ડિયાએ ઘણી મહેનત કરી છે જેના કારણે દેશને આવા બોલરો મળ્યા છે. આ ત્રણેય બોલરોએ મળીને ટીમને ટોપ પર લાવ્યા છે જેમાં ત્રણેય ફોર્મેટ સામેલ છે.
નવી દિલ્હી: ભારતીય ફાસ્ટ બોલરોમાં ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ સામેલ છે. ત્રણેયે મળીને 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. જે પહેલા વેસ્ટઈન્ડિઝના બોલરોના નામે હતો. જેમાં જોલ ગાર્નર,માઈકલ હોલ્ડિંગ અને મૈલ્કોમ માર્શલના નામ સામેલ છે.
આ ત્રણેય બોલરોએ પોતાના દેશ માટે રમતા એક સાથે 134 વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો હતો જેને બુમરાહ,ઈશાંત અને શમીએ તોડી નાખ્યો છે. હવે આ પ્રદર્શનને લઈને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વકાર યૂનિસે આ ત્રણેય ક્રિકેટરોના વખાણ કર્યા છે.
વકાર યૂનિસે કહ્યું કે ટીમ ઈન્ડિયાએ ઘણી મહેનત કરી છે જેના કારણે દેશને આવા બોલરો મળ્યા છે. આ ત્રણેય બોલરોએ મળીને ટીમને ટોપ પર લાવ્યા છે જેમાં ત્રણેય ફોર્મેટ સામેલ છે.
તેમણે આગળ કહ્યું કે, આ પહેલા કોઈ ભારતીય બોલર વધારે ઝડપથી બોલ નહોતા ફેંકી શકતા પરંતુ આ ત્રણેયે 140થી વધારે ઝડપથી બોલ ફેંકે છે. જેનું આ પરિણામ છે કે ભારતીય ટીમ ટેસ્ટમાં આટલુ સારૂ પ્રદર્શન કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement